DEVBHOOMI DWARKADWARKA
દેવભૂમિ દ્વારકા : કુરંગા પ્રાથમિક શાળામાં છાત્રોને ઝીરો શેડો ડે વિશે માહિતગાર કરાયા

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
તારીખ ૧૮/૦૮/૨૦૨૩ના રોજ બપોરે ૧૨:૨૪ કલાકે ઝીરો શેડો ડેની ઘટના બની હતી. દ્વારકાના કુરંગા પ્રાથમિક શાળામાં ઝીરો શેડો ડે વિશે વિદ્યાર્થીઓને શાળાના આચાર્યાશ્રી તન્વીબેન કાસુન્દ્રા તથા શિક્ષકો દ્વારા માહિતગાર કરવામાં આવ્યાં હતાં. તથા પ્રત્યક્ષ અનુભવ હેતુ પ્રવૃતિ કરાવી હતી અને છાત્રોને સમજાવ્યું હતું કે ઝીરો શેડો ડે એ એક નોંધપાત્ર અવકાશી ઘટના છે જે વર્ષમાં બે વાર + ૨૩.૫ થી -૨૩.૫ ડિગ્રી અક્ષાંશની વચ્ચેના સ્થળોએ થાય છે. આ ઘટના દરમિયાન સૂર્ય આકાશમાં તેની ટોચની ઊંચાઈએ પહોંચે છે જેના કારણે વસ્તુઓ અને વ્યક્તિઓને પડછાયો પડતો નથી.

[wptube id="1252022"]








