
24 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
યોગાંજલી વિદ્યાવિહાર, ગણેશપુરા ખાતે તા. 24 /8/2023ના રોજ જનરલ હોસ્પિટલ, સિધ્ધપુરના માનસિક રોગ વિભાગ દ્વારા જિલ્લા માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત માનસિક રોગ વિભાગના સાયક્રયાટ્રીક- ડૉ. વિશાલ ભાઈ ગોર, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ – શ્રી ચિરાગભાઈ પંચાલ તેમજ સાયક્રયાટ્રીક સોશિયલ વર્કર- શ્રીદીપકભાઈ જે. પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શાળાના તમામ સ્ટાફ અને ધોરણ 11 અને 12 ના 80 વિદ્યાર્થીઓને ડૉ. વિશાલભાઈ ગોર અને શ્રી ચિરાગભાઈ પંચાલ દ્વારા ધોરણ 11 અને 12 ના તમામ વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ અવેરનેસ તેમજ માનસિક રોગો જેવા કે સ્કિઝોફ્રેનિયા, ડિપ્રેશન, વ્યસન રોગોના કારણો જેવાકે માનસિક કારણો, સામાજિક કારણો, તેમજ લક્ષણો વગેરે વિશે માહિતી આપી હતી તેમજ કોઈપણ પરિસ્થિતિમાં કેવી રીતે એડજસ્ટમેન્ટ કરવું તેમજ માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવું તેના વિશે જાણકારી આપી હતી તેમજ કોઈ પણ માનસિક તકલીફ હોય તો તેમનો સંપર્ક કરવા પણ તેઓએ જણાવેલ.









