જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, બનાસકાંઠા દ્વારા નેશનલ સાયન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

23 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ગુજકોસ્ટ પ્રેરિત અને બનાસ ગ્રામ વિકાસ સમિતિ સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, બનાસકાંઠા દ્વારા Millets:a super food or a diet Fad…?(મિલેટસ્ એ સુપર ફુડ ઓર એ ડાયટ ફેડ?) વિષય પર જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર યોજાયો. જેમાં સમગ્ર જિલ્લામાંથી વિવિઘ શાળામાં ધોરણ:8 થી 10 માં અભ્યાસ કરતા 45 જેટલા બાળકોએ ભાગ લીધો અને મીલેટ્સના પ્રકાર,ફાયદા,ઉપયોગ વિશે 6 મિનિટ સુધી અંગ્રેજી અથવા હિન્દી ભાષામાં સ્પિચ આપી.વિજેતા બનેલ વડગામ તાલુકાની ધોરણ-8 માં અભ્યાસ કરતી સરસ્વતી શાળાની અંજલી અને કારમેલ સ્કૂલ, અંબાજીમાં ધોરણ -9 માં અભ્યાસ કરતી દાંતા તાલુકાની ઉર્વાંશી રાજ્ય કક્ષાએ બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. વિજેતા થયેલ બંને બાળકીઓને સર્ટીફીકેટ અને ઈનામ આપવામાં આવ્યા સાથે સાથે સેમિનારમાં ભાગ લીધેલ તમામ બાળકોને સર્ટીફીકેટ સાથે પ્રોત્સાહન ઈનામ પણ આપવામાં આવ્યા. કાર્યક્રમમાં NIB સ્કૂલ ઓફ સાયન્સ,પાલનપુર માં શિક્ષક તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ પ્રજાપતિ, કિંજલબેન વારેચાએ નિર્ણાયક તરીકે સેવા આપેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત રહેલ તમામ શિક્ષકશ્રી, વાલીશ્રી તથા વિદ્યાર્થીઓનો જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર ત્વરા ભરત ઠાકોર અને સહ કો-ઓર્ડીનેટર પ્રિન્સભાઇ મેવાડાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.