AHAVADANGGUJARAT

ડાંગ: મહિલાઓનો આક્રોશ- પાણીની સમસ્યાનો ઉકેલ ન આવે તો બેડા લઈ પ્રવાસીઓને અટકાવશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ગિરિમથક સાપુતારાનાં નવાગામમાં પાણીની સમસ્યા બાબતે તુરંત નિર્ણય લેવામાં ન આવે તો મહિલાઓ સાપુતારાનાં સ્વાગત સર્કલ પાસે બેડા લઈ પ્રવાસીઓને અટકાવશે….
પ્રાપ્ત વિગતો અનુસાર વિસ્થાપિત થઈ સાપુતારાનાં નવાગામમાં વસેલા લોકોએ સાપુતારા માટે સુખ જોયુ.પરંતુ સાપુતારાના વિકાસમાં ભોગ આપ્યા હોવા છતાંય તેઓને આજે દુ:ખના દિવસો ગણવાનો વારો આવ્યો છે. ભરચોમાસે પાણી માટે ડુંગરો ખૂંદી મહારાષ્ટ્રના ઝરણામાંથી પાણી પીવાના દિવસો આવતાં સોશિયલ મીડિયા ઉપર ભારે ટીકા થઈ ગઈ છે.અખબારી અહેવાલો બાદ તંત્ર પણ ઓચિંતું જાગ્યુ હતુ.અને આ વાત છેક સરકારના કાને પડતાં મંત્રીઓને સમસ્યાનો હલ કરવા આદેશ કરી દીધો હતો.મંગળવારે વાસ્મો અને પાણી પુરવઠાના અધિકારીઓ નવાગામના અષ્ટવિનાયક  મંદિરના પ્રાંગણમાં પહોંચ્યા હતા.જ્યાં મહિલાઓએ અધિકારીઓને ઘેરી લીધા હતા.અહી મહિલાઓએ અધિકારીઓનો રીતસર ઉધડો લીધો હતો.આક્રોશ મહિલાઓને જોઈ અધિકારીઓએ પણ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ મુદ્દો આજનો નથી વર્ષોનો છે એમ કહી મહિલાઓએ પણ અધિકારીઓને રોકડું પરખાવી દીધુ હતુ.સાપુતારાથી બે કિમીના અંતરે આવેલા નવાગામના લોકો પીવાના પાણીના પ્રશ્નો મુદ્દે હવે લડાયક મૂડમાં આવી ગયા છે.આ ગામમાં વાસ્મો અને પાણી પુરવઠાના નામે બે યોજના તો છે, પણ આ બંને યોજના સાવ નિષ્ફળ પૂરવાર થઈ છે. ધણી વગરના ઢોર જેવી કામગીરીને કારણે ક્યારે પીવાનું પાણી નસીબ થાય તો ક્યારેક ગ્રામજનોને ડુંગરો ખૂંદવાની નોબત આવે છે. ચોમાસામાં તો દિવસો નીકળી પણ જાય, પણ શિયાળો અને ઉનાળામાં આગ ઓકતી ગરમી વચ્ચે લોકોની શું દશા થતી હશે એ હાલની સમસ્યા પરથી જ ફલિત થાય છે.વાસ્મો દ્વારા નળ કનેક્શન મારફતે પાણી પૂરું પડાય છે.તો સાપુતારાના પાણી પૂરવઠા વિભાગ દ્વારા ઋતુંભરા શાળા પાસે 40 હજાર લીટરના સમ્પમાં પાણી નાંખી દેવામાં આવે છે. અને એ ફક્ત ટાંકીમાં નાંખવા પૂરતી જ પાણી પૂરવઠાના અધિકારીઓ જવાબદારી લીધી હતી.જો કે, નવાગામનું તળાવ ઊભરાતા વાસ્મોની પાણી વિતરણ કરતી મોટર બળી ગઈ હતી.જેને કારણે નલ સે જલ બંધ થઈ ગયુ હતુ, તો પાણી પૂરવઠાની ટાંકીમાંથી પણ પાણી અદૃશ્ય થઈ જતાં લોકોમાં લાવા ભભૂકી ઊઠ્યો હતો.જેને કારણે ઉપલું ફળિયું, નીચલું ફળિયું અને પહેલું ફળિયું પાણીથી વંચિત રહેતાં ગ્રામજનોએ સાપુતારાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી. એ સાથે શનિ અને રવિવારે જ સાપુતારાના સ્વાગત સર્કલ ખાતે બેડા લઈ વિરોધ કરવાનું બ્યુગલ ફૂંક્યુ છે આ સમસ્યા વળવુ સ્વરૂપ ધારણ કરે એ પહેલાં સરકારે ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાંવીત અને મહામંત્રી હરિરામભાઈ સાવંતને તાકીદે નવાગામ દોડાવ્યા હતા. તંત્રના કહેવાથી નવાગામના અષ્ટવિનાયક  મંદિરે તાકીદની બેઠક ગોઠવાઈ હતી.જ્યાં નવાગામના લોકો પણ જાણે ટાંપીને બેઠા હોય એ રીતે અધિકારીઓને ઘેરી લીધા હતા. મિટિંગમાં અધિકારીઓનો એક પણ આશ્વાસનરૂપ શબ્દ જાણે સાંભળવો જ ન હોય એ રીતે મહિલાઓે બળાપો કાઢતાં કહ્યું હતું કે, સાહેબ, પાણી બાબતે અમને તરસે મરવું પડે એવા દિવસે જોવાના આવ્યા છે. આજ સુધી અમે વિરોધ નથી કર્યો, પણ અમારે ક્યાં સુધી ડુંગરે ડુંગરે ભટકવાનું. આ આજનો પ્રશ્ન નથી. તમે તો બે સારા બોલ બોલીને ચાલ્યા જશો. મરવાના દિવસો જોવા પડે એ વ્યાજબી નથી. અમે સાપુતારાના વિકાસ માટે શું નથી કર્યુ, બાપ-દાદાની જમીન પણ આપી દીધી. અમને આવા હાલ પર છોડવાનો કોઈ અધિકાર નથી. અધિકારીઓ પણ મહિલાઓનો આક્રોશ પામી ગયા હતા, એ જોતાં ગામના બે-ત્રણ આગેવાને અધિકારીઓને રજૂઆત સાંભળવા કહેતાં મહિલાઓ થોડી શાંત પડી હતી. વાસ્મો અને પાણી પુરવઠાના અધિકારીઓએ સમસ્યાનો હલ  3 દિવસમાં આવી જશે એવી ભાજપ અગ્રણીઓની સામે જ ખાતરી આપી હતી.અધિકારીઓએ કહ્યું હતું કે, હાલમાં નવાગામનું તળાવ પાણીથી છલોછલ છે. ને આ તળાવમાં પાણીનો બોર કરેલો છે. વાસ્મોના પાણીની મોટર બળીને ડૂબી ગઈ હોવાથી નીકળી શકે એમ નથી. એ માટે 5થી 6 ફૂટ પાણી ખાલી કરવું પડશે. આ કામ માટે બે દિવસ લાગી જશે. લગભગ બે કલાક સુધી અધિકારીઓ, ભાજપ આગેવાનો અને ગ્રામજનો વચ્ચે મિટિંગ ચાલી હતી.આ બાબતે ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીતે જણાવ્યું હતુ કે, અમે લોકોની રજૂઆત સાંભળી છે. ગામની વસતી કેટલી છે એ પ્રમાણે સરકારને એસ્ટિમેન્ટ રજૂ કરી ગ્રાન્ટની રજૂઆત કરાશે…

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button