BANASKANTHAGUJARATPALANPUR

આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ, પાલનપુર ખાતે ઓનલાઇન વેબીનારનું આયોજન કરાયું

21 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ, પાલનપુરના B.Sc અને M.Sc ના વિદ્યાર્થીઓ માટે “ competitive Examination and career opportunities after graduation and post graduation” વિષય પર એક ઓનલાઇન વેબીનારનું આયોજન પુના – મહારાષ્ટ્રની ઇન્સ્ટીટ્યુટ ફોર એડવાન્સ સ્ટડિઝ (IFAS) દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા B.Sc અને M.Sc ના વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કયા પ્રકારની તકો ઉપ્લબ્ધ છે. તેમજ આ માટે તેઓએ કયા પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની થાય છે તેની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. વેબીનાર દરમિયાન આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સમગ્ર માળખુ, અભ્યાસક્રમ તેમજ મળનારી નાણાકીય સહાય વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આગામી વર્ષ દરમિયાન IIT/JAM અને CSIR દ્વારા લેવાનાર પરીક્ષાઓ વિશે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં કેમ્પસના આસી. ડાયરેક્ટર ડો. કે.ડી. શામલ, ડો. આર.જે.પાઠક, ડો. જી.ડી. આચાર્ય તેમજ રસાયણશાસ્ત્ર વિભાગના તમામ અધ્યાપકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું નેટવર્ક તથા ઓનલાઇન આયોજનમાં શ્રી મહેશભાઇ પટેલ તથા શ્રી મીલન દવેએ સહયોગ પૂરો પાડયો હતો. કાર્યક્રમના અંતે આભાર વિધી ડો. કે.સી. પટેલ દ્વારા કરવામાં આવી હતી.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button