નવસારીમાં ફોન પર વાત કરતા રત્નકલાકાર અચાનક ઢળી પડતા હૃદય હુમલાથી મોંત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
ભારત સહિત ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નાની વયે હૃદય હુમલાથી મોંતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે.આ બનાવો અંગે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિચર્સ પણ સ્ટડી શરૂ કરી છે.જયારે આજે વધુ એક ઘટના નવસારીમાંથી સામે આવી છે. જેમાં હીરાના કારખાનામાં બારી પાસે ઉભેલો રત્નકલાકાર અચાનક ઢળી પડતા સારવાર મળે તે પહેલા જ મોંત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ગીર-સોમનાથનો વતની પરંતુ હાલ જલાલપોરમાં રહેતો પ્રકાશ સોંદરવા (24) નામનો યુવક નવસારીની આર.સી.જેમ્સ નામના હીરાના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
આથી પ્રકાશને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રકાશનું મોત હાર્ટ એટેકથી થયુ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, પ્રકાશ બારી નજીક ઉભો રહીને કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યો છે. આ સમયે તે અચાનક ઢળી પડે છે. થોડીવારમાં અન્ય લોકો પણ દોડી આવે છે. પ્રકાશના અચાનક મોતથી તેનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.