
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં દાવદહાડ ગામે ચોમાસાની ઋતુ દરમ્યાન પાણીનાં બોરને ઉતારવા તથા સર્વે કરવા આવેલ ટીમને ડાંગ ડેમ હટાવો સંઘર્ષ સમિતિ દ્વારા ભગાડી દીધી….
પ્રાપ્ત વિગતો અનુસાર દક્ષિણ ગુજરાતનાં ડાંગ જિલ્લામાં પાર તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેકટનાં મહાકાય ડેમોને લઈને લોકોમાં દર બેસી ગયો છે.ડાંગ જિલ્લામાં કોઈ પણ વિભાગ દ્વારા સર્વે હાથ ધરાઈ તો લોકો આ ટીમોને ભગાડી રહી છે.સાથે ઘર્ષણ પણ જોવા મળી રહ્યુ છે.ગતરોજ રાત્રીનાં અરસામાં ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં દાવદહાડ ગામે સેમ્પલ લેવા માટે પાણીનાં બોરની ગાડીઓ આવી હતી.જે એજન્સીએ આવતાની સાથે જ ગામમાં બોર કરવાનું ચાલુ કરી દીધેલ હતુ.આ બાબતની જ્યારે ગામમાં ખબર પડી ત્યારે બધા ગ્રામજનોએ સ્થળ પર દોડી જઇ પૂછપરછ કરતા એજન્સીનાં માણસોએ જણાવ્યુ હતુ કે અમારે સેમ્પલ લેવાનાં છે.જેથી પાણીનાં બોર કરતા છીએ.જેનું ટેન્ડર પણ અમારૂ છે.માટે અમો ગામમાં બોર કરતા છીએ.અહી ગ્રામજનોએ બોર કરવાની ના પાડી પણ આ એજન્સીએ દાદ ન આપી બોર ઉતારવાનું કામ ચાલુ જ રાખવામાં આવતા સ્થળ પર ડાંગ ડેમ હટાવો સંઘર્ષ સમિતિનાં આગેવાનોમાં મુકેશભાઈ પટેલ ,જીગ્નેશભાઈ પટેલ,અંકિતભાઈ,નીતિનભાઈ,સોનુંભાઈ,લક્ષ્મણભાઈ,અને ગામના યુવાનો તથા આગેવાનોએ ધસી આવી જણાવ્યુ હતુ કે આ અનુસૂચિ – 5 હેઠળનો વિસ્તાર છે.જે ગામોમાં કોઈ પણ કામ કરવા પહેલા રૂઢીગત ગામસભાની મંજૂરી જરૂરી છે.અને વેદાંતા જજમેન્ટ 2013 મુજબ ગ્રામસભા જ સર્વોપરી છે.માટે રૂઢીગત ગામસભાની સંમતિ લઈને કામ કરવુ એમ જણાવી કામકાજ બંધ કરાવી બોરની ગાડીઓને ભગાવી મૂકી હતી.ડાંગ જિલ્લા ડેમ હટાવો સંઘર્ષ સમિતિનાં આગેવાન મુકેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે અહી વિચારવાનો પ્રશ્ન એ છે કે ઉનાળાનાં સીઝનમાં ગામોમાં પીવાના પાણીની સમસ્યા હોવા છતાં તાત્કાલિક ધોરણે આવા બોર કરાવી આપવામાં આવતા નથી.તો આવા ચોમાસાની સીઝનમાં ચાલુ વરસાદે બોર કરવા કઈ રીતે આવી ગયા ? અંબિકા નદી પર સૂચિત ચીકાર ડેમ પાસે પુર માટે સર્વે કરવાના નામે કર્ણાટકની ટીમ આવી હતી.પૂર્ણા નદી પર સૂચિત કેલવણ ડેમ સાઈટ નજીક બુલેટ ટ્રેનનો સર્વે કરવાનાં નામે બેંગલુરૂની ટીમ આવી હતી.ચાર દિવસ પહેલા ભૂજાડ પાસે ટ્રેનનાં સર્વેનાં નામે મહારાષ્ટ્રની ટીમ હવે ખાપરી નદી પર સૂચિત દાબદર ડેમ સાઈટ પર સેમ્પલ લેવાના નામે બોર કરવા વાળી ટીમ આવી હતી.આમ આદિવાસી વિસ્તારમાં અલગ અલગ પ્રવૃત્તિનાં નામે સર્વે કરવાની કોશિશો થઈ રહી છે.માટે જાગૃત થઈ સંગઠિત થાવ અને ગામે ગામ રૂઢીગત ગ્રામસભાઓ બનાવો અને આપણને મળેલ બંધારણીય અધિકારથી સંવેધાનિક વિરોધ એજ એક માત્ર વિકલ્પ હોવાનું જણાવી વિરોધનો સુર વ્યક્ત કર્યો હતો…





