
૨૦-ઓગષ્ટ.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ.
ભચાઉ કચ્છ :- આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જી.રાવલ તથા પોલીસ સ્ટાફના માણસો આડેસ૨ ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન આડેસર ગામના બસ સ્ટોપ પાસે આવતા એક શંકાસ્પદ ઈકો ગાડી ઉભેલ હોઈ.જે ઈકો ગાડી ચેક કરતા તેમાંથી SUNINDRA HERBAL ની પ્લાસ્ટીકની બોટલો નંગ-૫૫૦ જેની કિ.રૂ.૫૫,૦૦૦/- ઈકો ગાડી ૨જી નં. GJ-12-AT-7782 જેની કિ.રૂ.૨,૦૦,૦૦૦/-કુ.કિ.રૂ,૨,૫૫૦૦૦/-.નુ મુદ્દામાલ કબજે કરી ને જે નશાકારક પીણાનો ઉપયોગ પાર્લર તથા પાન ના ગલ્લા ઉપર નશો કરવા માટે ઉપયોગ થતો હોઇ.જેથી મળી આવેલ હર્બલ ટોનિકની બોટલો સી.આર.પી.સી.કલમ ૧૦૨ કબ્જે કરી આડેસર પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી કરતી આડેસર પોલીસ.
[wptube id="1252022"]