નવસારી: રામજી મંદિર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની ઉપસ્થિતિમાં યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લા વહિવટીતંત્ર પ્રેરિત આર્ટ ઓફ લિવીંગ પરિવાર દ્વારા આયોજીત મેગા બ્લડ ડોનેશન કેમ્પ આજરોજ શ્રી રામજીમંદિર, દુધિયા તળાવ ખાતે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય લઘુમતી આયોગના ઉપાધ્યક્ષ શ્રી કેરસી દેબુ પણ ખાસ ઉપસ્થિત રહયાં હતાં.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, . રક્તદાન કરવુ બીજા લોકો માટે પણ અનેક રીતે ફાયદાકારક છે તેમજ રક્તદાતાના સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં વધુને વધુ લોકો આવી રકતદાન કરે તેમ જણાવી, મિત્ર વર્તુળ, સગાસબંધીઓને કેમ્પ વિશે જાણકારી આપી બ્લડ ડોનેશન કરવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે કલેકટરશ્રીએ નવા રકતદાતાઓને અવકાર્યા હતાં અને કાયમી રકતદાન કરનાર દાતાઓને બિરદાવ્યા હતાં.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં કલેકટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી આર.આર.બોરડ, ચીફ ઓફિસર શ્રી જે.યુ.વસાવા, પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભગીરથસિંહ પરમારે પણ રકતદાન કર્યુ હતું.





