GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠા જીલ્લા માં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીની અછત ને લઈ ખેડુતોના પાકને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ

સાબરકાંઠા…

સાબરકાંઠા જીલ્લા માં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં ખેડુતોએ સારુ વાવેતર કરી દીધુ પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીની અછત ને લઈ ખેડુતોના પાકને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે તો પાક માં પણ વિવિધ પ્રકારની જીવાત જોવા મળી છે…

સાબરકાંઠા જીલ્લા માં આ વર્ષે શરૂઆત માં સારો એવો વરસાદ પડ્યો પરંતુ છેલ્લા ૨૦ દિવસથી વરસાદ ન પડતા ખેડુતો માં ચીંતાનો માહોલ જોવા મળ્યો છે.. આમ તો ખેડુતો એ મહા મહેનતે ખેતી કરી છે પરંતુ આ વર્ષે ખેડુતો ને કંઈ મલતર મળી શકે તેમ નથી… મોઘીંદાટ દવાઓ બિયારણ, ખાતર નો છંટકાવ કર્યા બાદ પણ જો વરસાદ ન પડે તો જે વાવેતર કરેલ છે એ પણ બચાવવુ મુશ્કેલ બને તેમ છે અને એટલે જ તો ખેડુતો પણ હાલ તો વરસાદ ની રાહ જોઈ રહ્યા છે… સાથે ઈયડનો પણ ઉપદ્રવ થતા એક સમસ્યા વધુ ઉભી થઈ છે… તો મગફળી ની અંદર પાક પણ ઓછો બેસે છે જે આમ તો વધુ બેસવો જોઈએ એ મગફળી નથી બેસતી જેના કારણે ઉતારો પણ ઓછો મળશે અને ઉત્પાદન પણ ઘટી જશે સાથે કુવામાં થોડા સમય ચાલે તેવુ પાણી છે હવે ખેડુતો માત્ર એક જ કુદરત નો આશરો છે કે ચોમાસુ ખેતીનુ વાવેતર પણ બચાવી શકે તેમ છે… જલ્દી માં જલ્દી વરસાદ થાય તેવી ખેડુતો પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે…

સાબરકાંઠા જીલ્લા માં ચાલુ સાલે ૨૧૭૧૧૯ હેક્ટરમાં તમામ પાક નુ વાવેતર કર્યુ છે જેમાં મુખ્ય પાકની વાત કરીએ તો મગફળી નુ ૬૬૪૪૫, કપાસ નુ ૫૮૯૬૩, સોયાબીન નુ ૧૭૮૮૯ સહિત શાકભાજી નુ ૧૪૬૫૮ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યુ છે… તો સામે આ વખતે વરસાદ ન પડતા ખેડુતો ના પાક માં નુકસાન થવાની ભીતી ભારે સેવાઈ રહી છે… વરસાદ ન પડતા પાકમાં વિવિધ જીવાત અને ડોર, સફેદ ફુગ સહિત ઈયળનો ઉપદ્દવ વધી રહ્યો છે તો સાથે સાથે પુરતું પાણી ન મળતા પાક પણ સુકાઈ રહ્યો છે… જો હજુ પણ વરસાદ ન પડે તો ખેડુતોને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે… તો હજુ પણ વરસાદ ની કોઈ આગાહી નથી જેને લઈ ખેડુતો ના જીવ ટાળવે ચોટ્યા છે.. મગફળી નો પાક હાલમાં સુકાવાની તૈયીરીમાં છે એટલે હાલ પાણીની જરૂરિયાત વધુ છે તો કપાસ પણ સુકાવા લાગ્યો છે અને એના ફુલ પણ પડી જતા તેમાં પણ પાક લાગતો નથી જેથી ખેડુતો હાલ તો કાગડોડે વરસાદની રાહ જોઈ રહ્યા છે

 

એક તો અપુરતો વરસાદ તો સામે કુવા ના તળ નીચા ગયા તો ખેડુતો માત્ર વરસાદની જ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વરસાદ પડે અને આ ખેતી બચાવે જો જલ્દી વરસાદ નહિ પડે તો ખેડુત ના હાથમાં આવેલ કોડીયો પણ છીનવાઈ જાય તેમાં નવાઈ નહિ…

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button