ચંદન ચોર વિરપ્પનનાં સ્વરૂપે વિમલ મહેતાને અંદાજીત ૩૫,૧૦,૫૫૦/- ના મુદ્દામાલ સાથે જડપાયો


બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૯/૦૮/૨૦૨૩
ભરૂચ જીલ્લાના વિવિધ વિસ્તારો માંથી છેલ્લા ઘણાં સમયથી સરકારી કે ખાનગી રહેઠાણ વિસ્તાર માંથી છુટા-છવાયા અમુલ્ય ચંદન ચોરી થવાના ઘણા બનાવ પ્રકાશમાં આવ્યા હતાં. જે અંગે ગત ૧૫ દિવસ પહેલાં પણ નેત્રંગ તાલુકાના હાથાકુંડી મંદિરના વિસ્તાર માંથી તથા જામુની ખેતર ના વિસ્તારમાંથી ચંદનની તસ્કરોએ રાત્રીના સમયમાં ચોરી કરી હતી. જેને લઇને નેત્રંગ રેન્જ સ્ટાફ સહિત, હયુમન ઇન્ટેલીજન્સ અને SOG ટીમ સાથે સંક્લનમાં રહી સંયુક્ત રીતે શોધખોળ કરતા.
ગત તા-૧૮/૦૮/૨૦૨૩ ના વાલિયા તાલુકાના રૂંધા ગામે ચંદન ચોરીનો રેવન્યુ વિસ્તારના ગુનાનાકામનો મુદ્દામાલ જમાં કરેલ હોઇ, જે બાતમી મળતા તેમજ મદદનીશ વન સંરક્ષક રઘુવીરસિંહ જાડેજા ભરૂચના માર્ગદર્શન હેઠળ નેત્રંગ રેંજ ફોરેસ્ટ ઓફિસર એસ.યુ.ઘાંચી તેમજ તેમનો સ્ટાફ રૂંઘા ગામે વિમલ મહેતાના ઘરે શુક્રવારે સાંજે-૦૬:૦૦ ના સમયે રેડ કરતા ચંદનના રો-મટીરીયલ સહિત મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો.
આ અંગે વિમલ મહેતાની વધુ તપાસ કરતા જણાવ્યા મળ્યું હતું કે તેઓનુ મુળ વતન કામરેજ છે. અને તેઓ રૂંઘા ગામે તેઓની સાસરીમાં ગામીત પરિવારમાં લગ્ન કરેલ છે.
વિમલ મહેતાએ રૂંઘા ગામે જ પાક્કુ મકાન બનાવી, આજુબાજુના ગામો માંથી તેમજ આજુબાજુના જિલ્લાઓ જેવા કે છોટાઉદેપુર અને ડાંગ સુધીનો પોતાનો સંપર્ક કરી ખેડુત પાસે ઓછા ભાવે લકડાઓની ખરીદી કરી ગેરકાયદેસર સંગ્રહ કરતો અને જયાં ચંદન ચોરી થાય એ ચંદન ચોરોના કાયમી નેટવર્કમાં જ રહેતો અને ચંદન ચોરી કરેલ માલની પણ ખરીદી કરતો અને જેતે માંગણી મુજબ તે લાકડાં મુજબ ગણતરી કરી ગોળ, ટુકડી, ચિપ્સ, પાઉડર વિવિધ સ્વરૂપે તૈયાર કરવામાં અલગ-અલગ મશીનરીનો ઉપયોગ પણ કરતો હતો.
તે સિવાય ગદામણીના મૂળીયા, ખપાટ, અર્જુન સાદડની છાલ, બીયાની છાલ જે જંગલ વિસ્તારમાંથી એકત્ર કરવાતા હતા.
આ તમામ બાબતની ગુપ્ત રીતે વન વિભાગે તપાસ કરી, રૂંઘા ગામે રેડ કરી ખુબજ મોટા પ્રમાણમાં ચંદનના લાકડા સાથે વિવિધ સંલગ્ન ચીજવસ્તુઓ કબ્જે કરી, રાત્રીના સમયે જ ઝઘડીયાના RFO મીનાબેન પરમાર અને સુરત RFO વરમોરાનો સાથે તેઓના કામરેજ મુકામે, દિપ-પાર્ક સોસાયટી, A- વિંગ, માળ-૪, રૂમ નં-૪૦૪ માં તપાસ કરી ત્યાંથી પણ મોટાપાયે મુદ્દામાલ કબ્જે કરી નેત્રંગ ખાતાકીય ડેપોમાં લઇ આવ્યા હતાં. આમ, ચંદનના લાકડા, ઔષધિય જડીબુટી અને મશીનરી, યંત્ર અને એકટીવા ગાડી પણ કબ્જો કરવામાં આવી હતી.
આ ચંદનના ઝાડ કાપી તેમાંથી અલગ-અલગ સ્વરૂપે લાકડા, ચીપ્સ, પાવડરનું વેચાણ સુરત જીલ્લાના જૈન મંદિરમાં પુરા નેટર્વક સાથે બિલ બનાવી વેચાણ કરવામાં આવતાં, જે આરોપી દ્વારા આ સમગ્ર હકિકત જણાવતાં તેઓ છેલ્લા ૧૨ (બાર) વર્ષથી આ ગુન્હાહિત પ્રવૃત્તિમાં જોડાયેલ હતા.
આ ગુન્હાકામે સિકંદર એલ. માંકડ રાઉન્ડ ફોરેસ્ટર રાજવાડીએ વન અધિનિયમ- ૧૯૨૭ ની રૂહે F.O.R કરી. ગુન્હાકામ પેટે રૂા.૩,૦૦,૦૦૦/- (ત્રણ લાખ) ડિપોઝીટ પેટે વસુલ કરી. આગળની તપાસ હાથ ઘરી છે. આ કામે વધુ વિસ્ફોટક માહિતી એકત્રીત થાય, એવી શક્યતા જણાઇ આવે તેમ વન વિભાગ પાસેથી જાણવા મળ્યું છે.
*બોક્ષ -૧*
૧. ચંદન ગોળ આખા, નંગ-૪૫ (ઘ.મી-૦.૫૯૬),
૨. ચંદનના ટુકડા, ચીપ્સ, ૧૪૭૮ કિ.ગ્રા,
૩. ચંદનનો પાઉડર, ૨૮૨ – કિ.ગ્રા,
૪. ચંદનનો છોલ, ૧૧૯ – કિ.ગ્રા,
૫. ગદામણીના મુળ, ૧૮૨૫ – કિ.ગ્રા,
૬. અર્જુન સાદડની છાલ, ૬૦ – કિ.ગ્રા,
૭. બીયો છાલ, ૪૫ – કિ.ગ્રા,
૮. ખપાટ જડીબુટી, ૭૨ – કિ.ગ્રા,
૯. એકટીવા ગાડી (સ્કુટર) – ૧
૧૦. ઘંટી – ૧
*ઉપરોક્ત મુદ્દામાલ
ની અંદાજીત આંકરણી કિંમત ૩૫,૧૦,૫૫૦/-*








