
મોરબીના લાલપર ગામ નજીક કારમાં દારૂની હેરાફેરી કરતો ઇસમ ઝડપાયો
મોરબી એલ.સી.બી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ સમયે મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે લાલપર ગામના ગેઇટ સામે રોડ ઉપર આરોપી જયરાજ ગભરૂભાઇ ગોવાળીયા પોતાની 3.75 હજારની કિંમતની મારૂતી સુઝીકીની sx4 ગાડી નં.GJ15-CA-3672માં પસાર થતા પોલીસે તેને અટકાવ્યો હતો અને કારની તલાશી લીધી હતી. જેમાં રૂ.10,000ની કિંમતનો 500લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો

પોલીસ તપાસમાં આરોપી જયરાજે કબુલાત આપી હતી કે તે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટલા તાલુકાનો વતની છે તથા ચોટીલામાં જ રહેતા આરોપી મંગળુ બહાદુરભાઇ ગોવાળીયા દ્વારા આ દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો હતો અને મોરબીના માળીયા વનાળીયા ખાતે રહેતી સોનલ ઉર્ફે સોનકી અબ્બાસભાઇ કલૈયા દ્વારા દેશી દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. જેથી એલ.સી.બી. પોલીસે દારૂ અને કાર સહિત કુલ 3.85 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિ કલમ-૬૫ઇ,૮૧,૯૮(૨) મુજબ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ગુનો નોંધાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.








