
તા.૧૮.૦૮.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદના ખરોડ ગામે દાહોદ શહેરમાં લવાતો વિદેશી દારૂ સાથે ખેપિયાને રૂરલ પોલીસે ઝડપી લીધો
તારીખ 17 મી ઓગસ્ટના રોજ દાહોદ રૂરલ પોલીસ ખરોડ ગામ નજીક પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રૂરલ પોલીસને બાતમી મળી હતીકે ખરોડ ગામના વાણીયાવાવથી સાહીલ સુરેશ સાંસી પોતાની મોપેડ ગાડી ઉપર વિદેશી દારૂ ભરીને જઈ રહ્યો છે તેવી બાતમી આધારે રૂરલ પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે ઝડપાયેલા સાહીલ સુરેશ સાંસી પાસેથી રૂરલ પોલીસે તેની મોપેડ ગાડીના આગળના ભાગે મુકેલા થેલામાં તપાસ હાથ ધરતા તેમાંથી,174 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી અને જેની કિંમત 26,100 રૂપિયાના વિદેશી દારૂ ઝડપી તેને પુછપરછ દરમિયાન જણાવ્યું હતુંકે આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના મેઘનગર તાલુકાના સાતશેરા ગામે રહેતો મુકેશ કાળીયા મોહનિયા પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું ત્યારે રૂરલ પોલોસે બે ઈસમો સામે પ્રોહી અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી