મોટાસડા હાઈસ્કૂલ માં 77 મા સ્વાતંત્ર્ય દિન પર્વની રંગભેર ઉજવણી કરવામાં આવી


17 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
જયશ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય મોટાસડા ખાતે 77 મા સ્વાતંત્ર્યદિન પર્વની રંગભેર ઉજવણી કરવામાં આવી આ નિમિત્તે પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રી છગનસિંહ કે ગેલોત ના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા આ કાર્યક્રમ નિમિત્તે ગામના વતની શ્રી કેવળભાઈ લીલાભાઈ પ્રજાપતિ દ્વારા દાન સ્વરૂપે શાળાને 15 હજાર રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો.મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગ્રામજનો દ્વારા કાર્યક્રમમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને મોટા પ્રમાણમાં ઇનામોની જાહેરાત કરવામાં આવી શાળાના આચાર્યશ્રી ડી ટી રાઠોડ સાહેબ દ્વારા શહીદો ના બલિદાન અને મેરી માટી મેરા દેશ પર વક્તવ્ય આપવામાં આવ્યું. ધ્વજ વંદન કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક પંકજભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. શાળાના શિક્ષિકા હેતલબેન રાવલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી.અંતમાં શાળાના કાયમી દાતા શ્રી એમ બી સોલંકી સાહેબ દ્વારા રેવડી દ્વારા મો મીઠું કરાવવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક શ્રી દિપકભાઈ બી પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર શાળા પરિવારે ખૂબ જહેમત ઉઠાવી.









