
સુભાષભાઈ વ્યાસ-પાલનપુર
નવાબ સાહેબ શ્રી તાલે મોહમ્મદ ખાન સિલ્વર જ્યુબિલી વિદ્યા સંકુલ પાલનપુર ખાતે મેરી માટી મેરા દેશ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી.ટી .એસ. જે. વિદ્યા સંકુલ માં મેરી માટી મેરા દેશ સપ્તાહ ની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી વિષય પર શિક્ષકો દ્વારા વક્તવ્ય અને શાળાના આચાર્ય દ્વારા વાલીઓની મીટીંગ કરી આ કાર્યક્રમમાં સહભાગી થવાનું આવાહન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના આચાર્ય ડૉ.નસીમબેન પઠાણે શાળાના વાલીઓને પર્યાવરણની જાળવણીમાં સહભાગી થવા એક વાલી એક છોડ શાળાને ભેટ ધરે તેવું જણાવી વાલીઓને સજાગ કર્યા જેમાં વાલીઓએ વિવિધ પ્રકારના છોડ શાળાને આપીને સંપૂર્ણ સાથ સહકાર આપ્યો. ધોરણ એક થી 12 ના વિદ્યાર્થીઓએ પર્યાવરણની જાળવણી વિશે અને મેરી માટે મેરા દેશની થીમ પ્રમાણે વિવિધ ચિત્રો દોરી વર્ગમાં પ્રદર્શન રૂપે મૂક્યા શાળાને સંપૂર્ણ હરિયાળી બનાવી પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી તેનું શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમનો હેતુ દેશને પ્રદૂષણ મુક્ત કરી દરેક નાગરિક ના હૃદયમાં રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય અને સ્વયં શિસ્ત દ્વારા પર્યાવરણની જાળવણી થાય તે હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનું સ્ટાફ, શાળાના વાલીશ્રીઓ, તથા વિદ્યાર્થીઓએ પોતાનો ફાળો આપ્યો.





