
મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા નાગલધામ ખાતે ૭૭માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર દેશભરમાં રાષ્ટ્રીય તહેવારની હર્ષ ઉલાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ૭૭માં સ્વતંત્ર દિવસની નાગલધામ ખાતે રાષ્ટ્રગાન સાથે ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી આજરોજ વહેલી સવારે નાગલધામ ખાતે મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા ૧૫મી ઓગસ્ટ ને લઈને નાગલધામ ના સાનિધ્યમાં રાષ્ટ્રગાન કરીને માં નાગબાઈ માતાજીના આશીર્વાદ લઇને ધન્યતા અનુભવી હતી તેમજ આર્મી માંથી દર વર્ષે રીટાયર્ડ થયેલ જવાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]









