
15-ઓગષ્ટ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ
ભુજ કચ્છ :- સ.એસ.પી.એ હાઈસ્કૂલ, કુમાર તેમજ કન્યા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે નિરોણા મધ્યે ખૂબ જ ઉલ્લાસભેર ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમા ગામ ના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી એન.ટી.આહીર દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવેલ હતો. ધ્વજ વંદન બાદ ધો. ૯ ની વિધાર્થીની વંશી ભાનુશાલી દ્વારા રાષ્ટ્રવાદી કવિતાનુ પઠન કરવામાં આવેલ હતુ. એસ.એસ.સી. અને એચ.એસ.સી. માં પ્રથમ ત્રણ ક્રમ મેળવેલ વિધાર્થીઓને દાતા શ્રી કાનજીભાઈ પરબત આહીર દ્વારા રોકડ પુરસ્કાર વડે પુરસ્કૃત કરવામાં આવેલ હતા. હાઈસ્કૂલ ની ચાલીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ ક્રાંતિકારીઓના ચિત્રોની વિધાર્થીઓ દ્વારા પ્રદર્શની ગોઠવવામાં આવેલ હતી, જેને ગ્રામજનોએ ખૂબ જ રસપૂર્વક નિહાળેલ હતી. ત્યારબાદ આચાર્ય શ્રી ડૉ. વી.એમ.ચૌધરી સાહેબની પ્રેરણાથી શાળાના પ્રાંગણમાં એન.એસ.એસ., ઇકો ક્લબ તેમજ એસ.એસ.પી.ના સ્વયં સેવકો દ્વારા અલ્પેશભાઈ જાની અને રમેશભાઈ ડાભીના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયેલ હતો. સમગ્ર સ્ટેજ ને તિરંગાની થીમ મુજબ શુસોભિત કરવાનુ કાર્ય ભૂમિબેન વોરા,અલ્પાબેન ગોસ્વામી તેમજ આશાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરાયેલ હતુ. પ્રદર્શનની વ્યવસ્થા બાબુભાઈ પરમાર તેમજ કિશનભાઇ પટેલે સંભાળેલ હતી. સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન ધો. ૧૨ ની વિધાર્થીની લક્ષ્મી સુથાર દ્વારા કરવામાં આવેલ હતુ. આ રાષ્ટ્રીય પર્વમાં બહોળી સંખ્યામાં ગ્રામવાસીઓ રાષ્ટ્રવાદી જુસ્સા સાથે જોડાયેલ હતા.










