
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં નાની ઉંમરમાં થયેલ શહીદ વિરની ગાથા :મોટાકંથારીયા ગામના શહીદ મુકેશભાઈ ડામોર જેવો માત્ર 22 વર્ષની ઉંમરે થયા હતા શહીદ

અરવલ્લી જિલ્લામાં સૌથી નાની વયમાં દેશમાટે પોતાનું બલિદાન આપી એક સૈનિક તરીકે દેશ ની રક્ષા કરતા કરતા પોતાનુ બલિદાન આપી શહીદ થતા અરવલ્લી જિલ્લાનું નામ રોષ કર્યું એવા ભિલોડા અને મેઘરજ તાલુકાની મધ્યમમાં આવેલ મોટાકંથારીયા ગામના મુકેશભાઈ અમરાભાઈ ડામોર નામના શહીદની ની એક યાદગાર અને વીર ગાથા
દેશના રક્ષણ માટે જોડાયેલ જવાનો કે જેમણેરાત,દિવસ,તડકો અને ઠંડી ને સહન કરી આજે પણ પોતાન જીવની પરવાહ કર્યા વગર આજે પણ દેશની સેવા કરી રહ્યાં છે અને દેશ ની સેવા કરતા જયારે વીરગતિ પામે છે એવા શહીદો ને યાદ કરવા એ આપણી ફરજ છે અને જયારે રાષ્ટ્રીય તહેવાર નજીક છે ત્યારે આવા સમયે શહીદ ને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવીએ
વાત છે એક એવા વિસ્તારની જ્યાં અંતરિયાર અને આદિવાસી સમાજ ધરાવતા અરવલ્લી જિલ્લામાં રાજેસ્થાન ની સરહદે અડકીને આવેલા ભિલોડા અને મેઘરજ તાલુકાના મધ્યમમાં આવેલ મોટાકંથારિયા ગામના શહીદ એવા મુકેશભાઈ અમરાભાઈ ડામોર જેવો 22 વર્ષની નાની ઉંમરમાં આર્મીમાં જોડાયા અને ખુબ નાની ઉંમરની ફરજ દરમિયાન શહીદ થતા આજે પણ ગામના લોકો અને માતા પિતા સવાર સાંજ ગામમાં બનાવેલ શહીદ સ્મારકને ફૂલ તેમજ દિવા બત્તી કરી એક ભગવાન તરીકે પૂજા કરી રહ્યા છે
મોટાકંથારીયા ગામના શહીદ મુકેશભાઈ અમરાભાઈ ડામોર જેમણે ધોરણ 1 થી 7 અભ્યાસ વાંકાટીમ્બા પ્રા શાળા કર્યો પછી થોડા દિવસ પછી કંથારીયા હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કર્યો અને ત્યારે બાદ કંટાળું હાઈસ્કૂલ ખાતે ધોરણ 8 થી 12 અભ્યાસ કર્યો અને પછી પોતાના પિતાની ઈચ્છા હતી એક શિક્ષક બનાવવા ની એટલે તેમણે સમી હારીજ મહેસાણા ખાતે પી ટી સી પરંતુમુકેશભાઈ અમરાભાઈ ડામોર ને માત્ર દેશના માટે કંઈક કરી બતાવવા ની ભાવના અને જુનુન હતું અને પછી શામળાજી ખાતે કોલેજ કરી જ્યાં NCC માં જોડાયા બાદ પોતાનું મનોબળ વધતા ભરતીમાં ગયા, અને 2012 માં સૌ પ્રથમ આર્મી માં વાયુ સેનામાં લાગ્યા અને પછી ટ્રેનિંગ માટે ઓરિસ્સા ખાતે મોકલવામાં આવ્યા પછી તેમનું પોસ્ટિંગ ચંદીગઢ થયું જેમાં ડોક્ટરી માં પાસ થયાં પછી તેમને લેહ લદાક ખાતે નોકરીમાં ફરજમાં મુકવામાં આવ્યા હતા જ્યાં ત્રણ મહિના માટે ગ્લેશિયર ફરજ પર હતા 322 બટાલિયન એ ડી રેજી મેન્ટમાં સીયાચિન સેક્ટરમાં બરફમાં દટાઈ જતા મોત ને ભેટી શહીદ થયાં ત્યાં અચાનક હિમ વર્ષાથીજેમાનો કેમ્પ હતો ત્યાં બધા રોકાઈ ગયા અને એ સમયે દેશની રક્ષા કરતા કરતા પોતાના પર બરફ પડતા બરફ નીચે દટાઈ ગયા અને આખા શરીર પર બરફની ચાદર છવાઈ જતા તેઓ શહીદ થયાં હતા અને શહીદ થતા પોતાની ડેથ બોડી વતન લાવી શહીદ યાત્રા કાઢી ગામમાં શહીદ થયેલ યુવાનું સ્મારક બનાવી આજે પણ રાષ્ટ્રીય તહેવાર કે શહીદ દિવસ કે અન્યથા બીજા દિવસોમાં પણ યાદ કરી ફૂલ ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે ત્યારે ખુબ નાની ઉંમરમાં દેશની સેવા કરવાની તમન્ના સાથે પોતાનું સપનું તો પૂરું કર્યું પણ એક નાની ઉંમરમાં શહીદ થતા આજે પણ પોતાના માતા પિતા ને એક દીકરાની ખોટ અવશ્ય છે ત્યારે આજે બુલેટીન ઇન્ડિયા ન્યૂઝ ચેનલ પરિવાર તરીકે શહીદ વિરને 15 મી ઓગસ્ટ નિમિત્તે ભાવ ભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ









