
14 ઓગસ્ટ
પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવનિર્માણ પામેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલું જેતડા ગામે આજે આરોગ્ય કેન્દ્ર નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે થરાદ તાલુકાનાં પુવૅ વિસ્તારમાં આવેલા ગામડાઓ ના લોકો ને ખુબ સરસ સારવાર મળી એવા પ્રયત્ન થી ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા નવનિર્માણ આરોગ્ય કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે જેના લોકાર્પણ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. જોકે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, દિયોદર ધારાસભ્ય કેશાજી તેમજ બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય અધિકારી સહિત કમૅચારીઓ તેમજ સ્થાનિક આગેવાનો, લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
[wptube id="1252022"]









