GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ના અબાસણા ગામના યુવકનું સર્પ ડંખ થી મોત પોલીસે કરી કાર્યવાહી

વિજાપુર ના અબાસણા ગામના યુવકનું સર્પ ડંખ થી મોત પોલીસે કરી કાર્યવાહી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના અબાસણા ગામ ના ઠાકોર લાલાજી માંણકાજી ખેતીની કરતા હોવાથી તેઓ ખેતરમાં છાપરો બાંધી રહેતા હતા મોડી રાત્રીના તેમનો પુત્ર ઠાકોર કિશનજી લાલાજી રાત્રે ઘરમાં ખાટલામાં સૂતા હતા. તે દરમ્યાન મોડી રાત્રીએ સાપ કરડતાં મોત નીપજ્યું હતું જેને લઇને ગ્રામજનો માં શોક છવાયો હતો આ અંગેની મળતી માહિતી મૂજબ વિસનગર ખાતે અબાસણા ગામના ઠાકોર લાલાજી અને તેમનો પરિવાર રાત્રીના ખેતરમાં બાંધેલા છાપરા વાળા ઘરમાં સુતા હતા તેવા સમયે ઘરના ઓટલા ઉપર તેઓ નો પુત્ર કિશનજી ઉંમર વર્ષ 21 સુઈ રહ્યો હતો તે સમયે એક ઝેરી સર્પ કરડતા જેની જાણ પરિવાર જનો થતા યુવકને સારવાર માટે વિસનગર ખાતે આવેલ એસ. કે. હોસ્પિટલમાં લઈ જઈ દાખલ કરવા માં આવ્યા હતા પરંતુ સાપ ઝેર શરીરમાં વધુ ફેલાઈ જતા તા. 13/08/2023 ના રોજ ઠાકોર કિશનજી લાલાજીનું ઉં. વ. 21. મરણ થયું હતું જેની ગ્રામજનોને જાણ થતા સમગ્ર ગામમાં ઘેરા શોકની ની લાગણી પ્રસરી હતી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button