દાંતા ખાતે સર ભવાનીસિંહ વિદ્યાલય, દાંતા મુકામે 30 મા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ


13 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
દાંતા ખાતે સર ભવાનીસિંહ વિદ્યાલય, દાંતા મુકામે 30 મા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં યુનાઇટેડ નેશન દ્વારા વિશ્વના દરેક દેશના મૂળ રહેવાસીઓ એટલે કે આદિવાસીઓને ( વનવાસી ) પોતાની સંસ્કૃતિ જળવાઈ રહે, જળ જમીન અને જંગલનું રક્ષણ થાય, પોતાની સંસ્કૃતિનો બહોળો પ્રચાર થાય તે હેતુસર સને ૧૯૯૩માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 9 મી ઓગસ્ટ 1994 થી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની શરૂઆત થઈ.30મા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે સર ભવાનીસિંહ વિદ્યાલયમાં આદિવાસી સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતામાં બહોળી સંખ્યામાં આજુબાજુના અંતરિયાળ વિસ્તારના વનવાસી ભાઈઓએ અભ્યાસ કરીને પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવી છે અને હાલ પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આજરોજ સર ભવાનીસિંહ વિદ્યાલયમાં આદિવાસી સમાજના શિક્ષકમિત્રોશ્રી નારણભાઈ બી રાઠોડ, શ્રી વનરાજભાઈ કે પરમાર અને શ્રીમતી ઇન્દુબેન એન સોથા આ ત્રણેય સ્ટાફમિત્રોની મહેનત થકી શાળાના ધોરણ 9 થી 12 ના આદિવાસી સમાજના વિદ્યાર્થી અને ભાઈ બહેનો દ્વારા તેમના પરંપરાગત લગ્ન ગીતો, હોળીના ગીતો વગેરે તેમની આગવી શૈલીમાં ગાઈને અને નાચીને રજૂ કર્યા હતા. વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ ટીમલી ડાન્સ પણ રજૂ કર્યો હતો. વિદ્યાર્થી ભાઈ બહેનોનો જુસ્સો વધારવા માટે ઉપરોક્ત સ્ટાફમિત્રોએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કુલ 10 જેવા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા શાળાના જ સિનિયર સેવકશ્રી જગાભાઈ એફ કોદરવીએ આદિવાસી સમાજના ઢોલના વિવિધ પ્રકારના સુર વગાડી અને તેની સરળ ભાષામાં સમજ આપી હતી. શાળના શિક્ષકશ્રી નિર્મલસિંહ રાયજાદાએ આદિવાસી સમાજની સંસ્કૃતિના ગુણગાન ગાયા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વનરાજભાઈ કે પરમારે કર્યું હતું.શાળાના ઈ .આચાર્યશ્રી વિક્રમભાઈ પ્રજાપતિએ પણ આદિવાસી સમાજના ઈતિહાસ વિશે માહિતી આપી હતી. શાળાના સુપરવાઈઝરશ્રી ડી કે ચૌધરી સાહેબે કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્ટાફ મિત્રોએ જે સહકાર આપ્યો તે બદલ તમામનો આભાર માન્યો હતો.









