
13 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરના એન.સી.સી. ના વિદ્યાર્થીઓ તા-31થી 9 ઓગસ્ટ 23 દરમ્યાન હેમચંદ્રાચાર્ય યુનિર્વસિટી, પાટણ ખાતે એન.સી.સી. તાલીમ અંતર્ગત યોજાયેલ કેમ્પમાં જોડાયા હતા. આ તાલીમ કેમ્પમાં સહભાગી થવા અલગ અલગ શાળાઓમાંથી આવેલા એન.સી.સી. ના વિદ્યાર્થીઓ વચ્ચે અલગ અલગ રમતોની સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. જેમાં આદર્શ વિદ્યાલય, વિસનગરના એન.સી.સી. ના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો અને વોલીબોલ સ્પર્ધામાં વિજેતા બની વિવિઘ મેડલ્સ પ્રાપ્ત કર્યા હતા. જેમાં તીર્થ બી. ચૌધરીએ ગોલ્ડ મેડલ, ભવ્ય આર.ચૌધરીએ ગોલ્ડ મેડલ, નીતેશ બી.ચૌધરીએ ગોલ્ડ મેડલ, રુદ્ર જે. પ્રજાપતિએ સિલ્વર મેડલ અને રણજીત એમ. ઠાકોરે સિલ્વર મેડલ પ્રાપ્ત કરી આદર્શ વિદ્યાલય, વિસનગરનું નામ રોશન કર્યું હતું.આમ હેમચંદ્રાચાર્ય યુનિર્વસિટી, પાટણ ખાતે એન.સી.સી. તાલીમ કેમ્પમાં શાળાનું નામ રોશન કરવા બદલ શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરીએ તથા સમગ્ર સ્ટાફ મિત્રો અને કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.





