

વાત્સલ્યમ્ સમાચાર-ફતેપુરા
રિપોર્ટર-જુનેદ પટેલ
તા.૦૯/૦૮/૨૦૨૩ ને બુધવારના રોજ આર્ટ્સ કોલેજ ફતેપુરાના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ – ૭૫” અંતર્ગત “ મેરી મીટ્ટી મેરા દેશ”, “વીર સન્માન ” કાર્યક્રમનું આયોજન દત્તક ગામ કરોડીયા માં કરવામાં આવ્યું, જેમાં ગામમાં રેલી કાઢી સ્વયંસેવકો દ્વારા પોસ્ટરો બનાવી વૃક્ષો વાવવા અને બચાવવાની જાગૃતિ લાવવામાં આવી.તા.૭ અને ૮ દરમ્યાન સ્વયંસેવકો દ્વારા કરોડિયા ગામમાં વાટીકા બનાવવા માટે જગ્યાની સફાઈ અને વૃક્ષો વાવવા ખાડા કરી સુશોભન કરવામાં આવ્યું.સૌ પ્રથમ કોલેજ કેમ્પસમાં ૧૫૦ વૃક્ષો વાવવામાં આવ્યા ત્યાર બાદ કરોડિયામાં આ કાર્યક્રમમાં ગામનાં સરપંચ શ્રીમતી નીનામા રાધિકાબેન, ઉપસરપંચશ્રી હિતેશભાઈ પટેલ તેમજ પંચાયતનાં સભ્યશ્રીઓ અને ગ્રામજનો તેમજ પત્રકારશ્રી જુનેદભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વયંસેવકો, કોલેજનાં ઇન્ચાર્જ આચાર્યશ્રી, NSS પ્રો.ઓફિસર કુ.ડી.એલ.રાઠોડ તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા ૭૫ જેટલાં વૃક્ષો વાવવામાં આવ્યા.વીર સન્માન કાર્યક્રમ અંતર્ગત આ વિસ્તારના નિવૃત્ત લશ્કરી જવાનો શ્રી હસમુખભાઈ રોત તેમજ શ્રી બાબુભાઈ કટારાનું શાલ અને વૃક્ષ આપી સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમનાં અંતે ડો.વાય.જે.ચૌહાણ દ્વારા દેશની પ્રગતિ અને એકતા માટે “પંચ પ્રાણ શપથ લેવરાવ્યા હતા.








