
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
જામનપાડા ખાતે આવેલી શ્રી આદિવાસી સર્વોદય મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય જામનપાડા હાઈસ્કૂલમાં નવા આચાર્યનો સન્માન સમારંભ ધર્માંચાર્ય પરભુદાદાની અધ્યક્ષતામાં યોજાયો હતો.જેમાં સંસ્થાના પ્રમુખ જેન્તીભાઈ પટેલ,મંત્રી ડાહ્યાભાઈ પટેલ,ભાજપ પ્રમુખ ચુનિભાઈ પટેલ,આદિવાસી મોરચાના પ્રમુખ અરવિંદભાઈ ગરાસિયા,રૂમલા અને પાણીખડક હાઈસ્કૂલના આચાર્ય કિરીટભાઈ પટેલ,મનોજભાઈ પટેલ,જામનપાડાના સરપંચ કોકિલાબેન પટેલ, ધીરુભાઈ માહલા સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ચુનિભાઈ પટેલે નવા શાળામાં નવનિયુક્ત થયેલા આચાર્ય કિરણભાઈ પટેલને શુભેચ્છા પાઠવી તેઓ પોતાની આવડતથી શાળાના વિકાસને વધુ વેગ આપવા સતત પ્રયત્નશીલ રહે એવી લાગણી વ્યક્ત કરી હતી.પરભુદાદાએ પણ બાળકોમાં ઉચ્ચ શિક્ષણની સાથે શાળાની શાળા પ્રગતિના નવા શિખરો સર કરે એવા આશીર્વચન આપ્યા હતા.





