
12-ઓગષ્ટ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ
ભુજ કચ્છ :- સમગ્ર ભારતમાં હાલમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી ચાલી રહી છે. આવી જ ઉજવણીના ભાગરૂપે ગત વર્ષે આપણે “હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત ઘરે ઘરે આપણી આન,બાન અને શાન રૂપ તિરંગો ફરકાવવામાં આવ્યો. આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે “મેરી મિટ્ટી, મેરા દેશ” કાર્યક્રમ આપવામાં આવેલ છે. “માટી કો નમન, વીરો કો વંદન”ની થીમ પર શ્રી એસ.એસ.પી.એ. હાઈસ્કૂલ, નિરોણા મધ્યે દીવાઓને પ્રજવલિત કરી અને પછીથી પર્યાવરણ ને બચાવવાના નિર્ધાર રૂપ છોડ સાથે તમામ વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ તેમજ આચાર્ય શ્રી દ્વારા પંચપ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવેલ હતી. આ પંચપ્રાણ પ્રતિજ્ઞાઓ દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યનો બોધ કરાવવામાં આવેલ હતો. આ કાયૅક્રમમાં રાષ્ટ્ર ભક્તિ સાથે પર્યાવરણ બચાવો ની થીમને પણ વણી લેવામાં આવેલ હતી. શાળાના દરેક વિદ્યાર્થીઓએ Each One, Tree One ની પ્રતિજ્ઞા સાથે એક વૃક્ષ ઉછેરવાનો નિર્ધાર કર્યો હતો. આની સાથે “૨૦૪૭ નુ મારા સ્વપ્નનુ ભારત” વિષય પર નિબંધ સ્પધૉનુ પણ આયોજન કરવામા આવેલ હતુ, જેમા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. નિબંધ સ્પર્ધાનુ સમગ્ર આયોજન વરિષ્ઠ શિક્ષક બાબુભાઈ પરમાર ના વડપણ હેઠળ ભૂમિબેન વોરા, અલ્પાબેન ગોસ્વામી, આશાબેન પટેલ અને કિશનભાઇ એ સંભાળેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી ડો. વી.એમ.ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર રમેશભાઈ ડાભી તેમજ સદભાવના ઇકો ક્લબ તેમજ એસ.પી.સી. ઓફિસર અલ્પેશભાઈ જાની દ્વારા સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કરવામાં આવેલ હતુ.