
જંબુસર તાલુકામાં આવેલાં ઉદ ગામનું તળાવ કોઇ પણ ઠરાવ કે સક્ષમ અધિકારીની પરવાનગી વિના 47 હજારમાં પંચાયતે ભાડે આપ્યું હતું. જોકે, ભાડાની રકમ પંચાયતમાં જમા નહીં કરતાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ થતાં નાયબ જિલ્લાવિકાસ અધિકારી મહેકમે તલાટીને કારણદર્શક નોટિસ
ફટકારી હતી. જંબુસર તાલુકામાં આવેલાં ઉચ્છદ ગામના પંચાયતે ગામનું તળાવ ગામના જ ગોપાલ જીવા માળીને મત્સ્ય ઉછેર માટે ભાડેથી આપ્યું હતું. જોકે, તે માટે નિયમાનુસાર તલાટીક્રમ મંત્રી,સરપંચ, ઉપસરપંચ તેમજ સભ્યો દ્વારા ઠરાવ કરવાનો હોવા છતાં મનસ્વીપણે તલાટી-સરપંચે કોઇ પણ ઠરાવ વિના કે પછી સક્ષમ અધિકારીની પરવાનગી વિના તળાવ 47 હજારમાં ભાડેથી આપી દીધું હતું. જોકે, તેમણે તળાવના ભાડાના રૂપિયા 47 હજાર ગ્રામ પંચાયતમાં જમા પણ કરામાં ન હતાં. જેના પગલે સમગ્ર મામલામાં ખાયકી થઈ હોવાના આક્ષેપો થયાં હતાં. સમગ્ર મામલો જિલ્લા પંચાયત ક્ચેરીએ પહોંચતાં મહેસુલ વિભાગના ડે. ડીડીઓ એ. વી. ડાંગીએ તલાટી કમ મંત્રી રમેશ માનસિંહ પઢીયારને કારણદર્શક નોટીસ ફટકારી છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 





