GUJARAT
જંબુસર શહેર માં આવેલી એચ.એસ શાહ હાઇસ્કુલ માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો

આજ તારીખ 11/08/2023 ને શુક્રવારના રોજ જંબુસર શહેરની શાળા શ્રીમતિ એચ.એસ.શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે એન.એસ.એસ. પ્રોગ્રામ અંતર્ગત MMMD (મેરી મિટ્ટી મેરા દેશ) કાર્યક્રમ હેઠર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ જેમાં
1. પંચપ્રાણ પ્રતિજ્ઞા
2. અમૃત વાટિકા (વૃક્ષારોપણ)
3. ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન
4. વીરોને વંદન
5. શિલાફલકમ
ઉપર મુજબના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું. જેમાં શાળાના આચાર્યશ્રી દિલીપભાઇ ભટ્ટ સાહેબ, સુપરવાઇઝર શ્રીમતી હિનાબેન ગામિત, સિનિયર શિક્ષક આર.જી.પટેલ ઉપસ્થિત રહી કાર્યક્રમ અંતર્ગત સ્વયંસેવકોને યોગ્ય માર્ગદર્શન આપી ઉત્સાહ વધારેલો. પ્રોગ્રામ ઓફિસર અનિલ પટેલ અને એમ.વાય.માલા દ્વારા સમગ્ર કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કરવામાં આવેલું.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]





