
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા વઘઈમા શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ માટીના દિવા ની સાક્ષીએ પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ધોષીત રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરતા “મેરી માટી, મેરા દેશ” થીમ અંતર્ગત કરાયેલી ઉજવણી દરમિયાન, શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર દ્વારા પ્રાર્થના સાથે, માટી અને દેશપ્રેમનું મહત્વ સમજાવી માટીના દીવા બનાવી, હાથમાં માટીના દિવા પ્રગટાવી પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી, શહીદ વીરોને યાદ કરી, સામુહિક રાષ્ટ્રગાન ગાયુ હતું.
[wptube id="1252022"]





