GUJARATJAMBUSAR

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જબુંસર સ્વરાજ ભવન ખાતે મેરી માટી, મેરા દેશ,ની ઊજવણી કરી


ભરૂચ: ગુરુવાર: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્નારા આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી તથા જિલ્લા વહીવટીતંત્ર, ભરૂચ દ્વારા સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંર્તગત “મારી માટી, મારો દેશ” માટીને નમન, વીરોને વંદન દેશ માટે બલિદાન આપનારા વીરોને સમર્પિત અભિયાન હેઠળ આજરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ જિલ્લા પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલના અધ્યક્ષતામાં સ્વરાજ ભવન, જંબુસર ખાતે યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગ્ટથી કરવામાં આવી હતી. મંચસ્ત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવના હસ્તે સ્વરાજ ભવનના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના જિલ્લા પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલે પ્રસંગ અનુરૂપ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વ્યાપક જનચેતના જગાવતા અભિયાનો હર ઘર તિરંગા અભિયાન, સ્વચ્છ ભારત મિશન, દીપ જલાવો અભિયાનમાં આપણે સો ટકા યોગદાન આપ્યું છે. હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં “મેરી માટી, મેરા દેશ’ ના કાર્યક્રમને ઝીલી તેને સફળ બનાવવાની આપણી જવાબદારી છે. મેરી માટી, મેરા દેશ’ ની ઉજવણી દેશ માટે બલિદાન આપનારા વીરોને સમર્પિત કરવાની છે. ભારતની ભવ્ય ભૂમી તેનો ગરીમામય વારસો ધરાવે છે. સ્વાતંત્ર્ય વિરોના લહુથી સિંચાયેલી આ ધરતી છે. ત્યારે આ શુભ પર્વમાં સ્વાતંત્ર્ય સેનાની અને સરહદ પર લડતા જવાનોના બલિદાનને યાદ કરવાનો અવસર છે.
ત્યારબાદ શ્રી સાંઈ નૃત્ય એકેડમી દ્વારા મેરી માટી મેરા દેશની થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમની સુંદર પ્રસ્તૃતિ કરી હતી. ત્યારબાદ ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો
આ પ્રસંગે, જંબુસરના ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીએ પ્રસંગોચિત્ત વ્યકત્વ આપી દેશના શુભચિંતક બની દેશ હંમેશા આગળ વધે તેવા પ્રયત્નો કરી પોતીકું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
“મારી માટી, મારો દેશ” માટીને નમન, વીરોને વંદન દેશ માટે બલિદાન આપનારા વીરોને સમર્પિત અભિયાન હેઠળ હાથમાં માટી લઈને પ્રિતિજ્ઞા લેવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જંબુસર નગર પાલિકા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન રામી , તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી અંજુબેન સિંઘા, જિલ્લા પંચાયત સભ્ય શ્રી સંજયભાઈ,નગર પાલિકા સભ્યો અને જંબુસર તાલુકાના અગ્રણીઓ કૃપાબેન દોશી, બળવંતસિંહ પઢિયાર, મનનભાઈપટેલ,અને જંબુસરના નગરજનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button