અંબાજી ખાતે ભવાની નર્સિંગ કોલેજ કેમ્પસમાં રેકોર્ડ બ્રેક બ્લડ ડોનેશન કેમ્પ,1813 બોટલ લોહી એકત્રીત કરાયું


10 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
યાત્રાધામ અંબાજી ખાતે રેકોર્ડ બ્રેક બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે,મોટાસડા ના સ્વર્ગસ્થ પુષ્પા બા લક્ષ્મસિંહ બારડ ની સાતમી પૂર્ણતિથી એ અન્ય કોઈ ખોટા ખર્ચ કર્યા વગર દેશ ના વીર જવાનો તેમજ જરૂરિયાત મંદો ને લોહી મળી રહે તેવા હેતુસર મહા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન ભવાની નર્સિંગ કોલેજ કેમ્પસ માં કરવામાં આવ્યો હતો, આ સૌ પ્રથમ એવો બ્લડ ડોનેશન કેમ્પ હતો જેમાં તમામ રક્તદાતાઓ ને રૂપિયા પાંચ લાખ નો વીમો ની શુલ્ક અપાયો હતો ને સાથે ચાંદી નો સિક્કો તેમજ બહાર ગામ થી આવનાર રક્તદાતા ને આવવા જવા નું ભાડું પણ ચૂકવવામાં આવ્યું હતું, અંબાજી ખાતે યોજાયેલા આ બ્લડ ડોનેશન કેમ્પ માં અનેક સમાજ ના આગેવાનો તેમજ પુરુષ સહીત મહિલાઓ એ પણ રક્તદાન કરી આ માનવતા ભર્યા કાર્યક્રમ માં જોડાયા હતા. આ રક્તદાન કેમ્પ માં 2000 ના લક્ષ્યાંક સામે 1813 બોટલ રક્ત એકત્રિત કરી જિલ્લા માં સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો છે. મહેન્દ્રભાઈ અગ્રવાલ ના જણાવ્યા અનુસાર તમામ રક્તદાતાઓ ને સંભારણા સ્વરૂપે આયોજક લક્ષ્મણસિંહ બારડ તથા વનરાજસિંહ બારડ નાં હસ્તે સર્ટિફિકેટ પણ અર્પણ કરવામાં આવ્યા હતા









