GUJARATJAMBUSAR

જંબુસર તાલુકાના મગણાદ ગામે 5 જુગારીઓને 108400 મુદામાલ સાથે ઝડપી પાડતી જંબુસર પોલીસ

જંબુસર
જંબુસર પોલીસે બાતમીદાર થી મળેલ બાતમી ના આધારે જંબુસર તાલુકા ના મગણાદ ગામે તળાવ ની પાળ ઉપર છાપો મારતા જુગાર રમતા ૫ ઈસમો ને પોલીસે ઝડપી પાડી રોકડ રકમ ૧૭૯૦૦, ૫ મોબાઈલ તથા મોટરસાયકલ નંગ ૩ કબજે કરી જુગારઘારા અન્વયે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જંબુસર પોલીસ મથકે થી પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન રબારી ની સુચના અનુસાર પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સપેક્ટર જે.જી.કામળીયા તથા પો.કો. કનકસિંહ મેરૂભા સહિત સ્ટાફ ના માણસો પેટ્રોલિંગ મા હતા.તે દરમ્યાન બાતમીદાર થી મળેલ બાતમી ના આધારે જંબુસર તાલુકા ના મગણાદ ગામે તળાવ ની પાળ ઉપર છાપો મારતા જુગાર રમતા જીતેન્દ્ર ઉર્ફે બાદશાહ બકોર પટેલ, શકીલ કાલુ દિવાન, સંજય સુરસંગ ઠાકોર, સુરેશ સુરસંગ ઠાકોર, તથા વિજય ભીખા દોડીયા તમામ રહે. મગણાદ ના ઓ ઝડપાઈ ગયા હતા.તેમજ રેડ દરમ્યાન રોહિતસિંહ હિંમતસિંહ સિંહ સિંધા તથા ચીરાગ પ્રવિણ પા.વા. રહે.મગણાદ નાસી છુટયા હતા. પોલીસે ધટના સ્થળે થી અંગ ઝડતી તથા દાવ ઉપર ના રોકડ રૂપીયા ૧૭૦૦૦ તથા મોબાઇલ નંગ ૫ કિ.રૂ. ૨૫૫૦૦ તથા મોટરસાયકલ નંગ ૩ સહિત કુલ રૂ.૧૦૮૪૦૦ નો મુદ્દામાલ કબજે કરી જુગાર ધારા અન્વયે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button