
૮-ઓગષ્ટ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- ઈએમઆરાઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ધનવંતરી ૨થ અને આરોગ્ય સંજીવની, મોબાઈલ હેલ્થ યુનિટી દ્વારા છેલ્લા બે મહિનામાં ૨૮૧૭ દર્દીઓને નિદાન કરી નિશુલ્ક દવા આપવામાં આવી હતી. ઈએમઆરાઈ સર્વિસ દ્વારા કચ્છ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં મોબાઇલ હેલ્થ યુનિટ અને ૧ યુનીટ ઔદ્યોગિક વિસ્તારોમાં સેવા આપે છે. બે ધનવંતરી રથ બાંધકામ સાઈટ કડિયા ના કામપર રહેલા શ્રમિકોને ર્નિશુલ્ક દવા વેચાણ, તાવ સહિતની બીમારી અને જનરલ હેલ્થ ચેકઅપ, લેબોરેટરી જેમાં બ્લડ ટેસ્ટ યુનિટ ટેસ્ટ કરી દવા સારવાર આપવામાં આવે છે. જૂન મહિનામાં ૧૦૯૨ જુલાઇમાં ૧૭૨૫ કેસીસ. બે મહિનામાં ૨૮૧૭ જેટલા આંખના દર્દીની તપાસ અને મફત દવા આપવામાં આવી છે. કચ્છ જીલ્લા ના ગાંધીધામ શહેર માં સ્ટાફ લોકો દ્વારા સમજણ આપવામાં આવી હતી અને રોગ અટકાવવા જરૂરી સહાય કરવામાં આવી હતી.










