
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
નવસારી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય ભરતી પ્રક્રિયા ચાલી રહી છે,તે અંતર્ગત જાગૃતિ વિદ્યાલય રૂમલામાં આચાર્યના ખાલી પડેલી જગ્યા માટે ઇન્ચાર્જ આચાર્ય કિરીટભાઈ પટેલની કાયમી આચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.કિરીટભાઈ પટેલે કારકિર્દીની શરૂઆત ઈ.સ 2005 થી જાગૃતિ વિદ્યાલય રૂમલાના ઉ.મા.વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે કરી હતી.ત્યારબાદ છેલ્લા બે વર્ષથી શાળાના ઇન્ચાર્જ આચાર્ય તરીકે આ જ શાળામાં સેવા બજાવી હતી.તેમજ છેલ્લા ઘણા વર્ષથી નવસારી જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે પણ કાર્યરત રહ્યા છે,અને સાથોસાથ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને સિન્ડિકેટ સભ્ય તરીકે પણ સેવા આપી હતી.તેમણે કાયમી આચાર્યની નિમણૂક બદલ ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણીનો અનુભવી હતી.તેમને કલેકટર અમિત પ્રકાશ યાદવ અને જિલ્લા શિક્ષણ અધિકારી ડો.રાજેશ્રી ટંડેલના હસ્તક આચાર્યનો નિમણૂક ઓર્ડર એનાયત કરાયો હતો.છેલ્લા બે વર્ષથી ઇન્ચાર્જ આચાર્ય તરીકે કિરીટભાઈ પટેલે શાળાના વિકાસમાં ખુબજ સારી કામગીરી થકી મહત્વનું યોગદાન પૂરું પાડ્યું છે,જેની નોંધ લઈ શાળા સંચાલક મંડળ અને શિક્ષણ વિભાગ દ્વારા તમને આચાર્ય તરીકે નિમણૂક આપી હતી.તેમની આચાર્ય તરીકે પસંદગી થતા સંસ્થાના પ્રમુખ ઘેલાભાઈ પટેલ,મંત્રી ડાહ્યાભાઈ પટેલ સહિતના આગેવાનોએ તેમને અભિનંદન પાઠવી તેમની આગેવાનીમાં શાળા વધુ પ્રગતિ કરે એવી લાગણી વ્યક્ત કરી હતી.