
7 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજ રોજ ક્રિષ્ના રેસીડેન્સી, ધનિયાણા ચોકડી , પાલનપુર ખાતે સોસાયટીની કાર્યવાહક કમિટી દ્વારા સોસાયટીના કોમન પ્લોટમાં વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં સોસાયટીમાંથી મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમી ભાઈ-બહેનો ઉપસ્થિત રહીને ઉત્સાહભેર વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો. વૃક્ષારોપણ કર્યા પછી સૌએ આ વૃક્ષોનું જતન કરવાનો પણ દ્દઢ સંકલ્પ કર્યો હતો… સોસાયટીના સદસ્યોએ આ છોડ લાવવા માટે ઉમળકાભેર પોતાનું યોગદાન આપ્યું હતું. ક્રિષ્ના રેસીડેન્સી ની કાર્યવાહક કમિટીએ આ દાતાઓ અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સૌ સદસ્યોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો..
[wptube id="1252022"]





