GUJARATJAMBUSAR

જિલ્લા કક્ષાનો 74 માં વન મહોત્સવ ની ઉજવણી કલક ખાતે કરવામાં આવી…

જંબુસર તાલુકાના કલક માધવ ક્રિડાંગણ સ્વ દેવીલાબા રાજ હોલ ખાતે 74 માં વન મહોત્સવ ની ઉજવણી આદિજાતિ વિકાસ, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ગુજરાત સરકાર મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય ડી કે સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા, નાયબ વન સંરક્ષક, નર્મદા વન્ય પ્રાણી નીરજ કુમાર, નાયબ વન સંરક્ષક ભરૂચ ઉર્વશીબેન પ્રજાપતિ, જિલ્લા પ્રભારી અશોકભાઈ, મહામંત્રી ફતેસિંહ ગોહિલ,કૃપાબેન દોશી, તાલુકા પંચાયત પ્રમુખ અંજુબેન સિંધા સહિત ઉપસ્થિત રહ્યા હતા..
સ્વાગત ગીત કલક પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા રજૂ કરી ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયુ હતું. આ પ્રસંગે મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડીંડોર દ્વારા વન પૃથ્વી નું સાચું ધન છે. વધતા મોસમી ફેરફારો વચ્ચે આજે પૃથ્વી સમ્યાંતરે ક્ષીણ થઈ રહી છે. જેને અટકાવવાના હેતુથી મનોમંથન જરૂરી છે. વાસુદેવ કુટુંબકમ ની ભાવના અને વિકાસ તથા ભવિષ્યની તૈયારી સાથે ભારતના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ની પ્રેરણાથી ગુજરાતની હરિયાળુ બનાવવા જાપાની વનસ્પતિ શાસ્ત્રી અકીરા મિયા વાંકી વનીકરણ પદ્ધતિ વિકસાવવા માં આવી. તે ગુજરાતમાં અને ભરૂચ જિલ્લાના કયા કેટલા વૃક્ષોનું રોપણ કરાયું તેની સવિસ્તાર માહિતી આપી હતી. આપણે જનજાગૃતિ લાવવી પડશે પર્યાવરણની જાળવણી વન વિભાગના સહકારથી થઈ રહી છે. ગુજરાતના 133 જંગલો છે જંગલો માનવ જીવનને પૂરક રોજગારી આપે છે. આ ભારત દેશ રૂષિ અને કૃષિ સંસ્કૃતિનો દેશ છે . કેમ કહી આયુર્વેદિક અને ચરક સંહિતાની વાત કરી હતી. આજનો યુવાન શિક્ષણ મેળવશે પણ સાથે પર્યાવરણની જાળવણી પણ કરવી પડશે. ગુજરાતની ધરતી પર 752 પ્રકારની વનસ્પતિ છે તેની જાણકારી હોવી જોઈએ. એમ કહી દરેક વ્યક્તિએ પાંચ વૃક્ષ વાવી જતન કરવા અપીલ કરી હતી. આ સહિત યુરિયા ખાતરનો ઉપયોગ ટાળી, સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી તરફ વળવા જણાવ્યું હતું..
ધારાસભ્ય ડી કે સ્વામી એ જણાવ્યું હતું કે વૃક્ષમાં ભગવાનનો વાસ છે, છોડમાં રણછોડ છે. તે આપણી ભારતીય સંસ્કૃતિ છે. વૃક્ષ વાવી જતન કરવું એ આપણી જવાબદારી છે. કોરોના કાળ યાદ કરી ઓક્સિજન વૃક્ષો માંથી મળે છે. તે માટે વૃક્ષ વાવવા જણાવ્યું. હાલના વાતાવરણ માટે આપણે જવાબદાર છે અને દરેકે મારુ ગામ સારુ ગામ પોતાની ફરજ સમજી વૃક્ષ વાવી જતન કરવા અપીલ કરી હતી. તથા નરેન્દ્ર સિંહ રાજે ગ્રામજનોની સવલત માટે જમીન અને રોકડ દાન કરી હોલ બનાવ્યો તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઉપસ્થિતોના હસ્તે વૃક્ષારોપણ કરી વૃક્ષ રથ ને લીલી ઝડી બતાવી મફત રોપા વિતરણ અર્થે રથને રવાના કર્યો હતો. વન મહોત્સવ પ્રસંગે આમોદ જંબુસર અગ્રણીઓ સરપંચો ગ્રામજનો વન વિભાગ સ્ટાફ હાજર રહ્યા હતા…
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button