ઈડર તાલુકાના વેરાબર ગામની માઘ્યમિક શાળા આચાર્યને રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા


સાબરકાંઠા…
ઈડર તાલુકાના વેરાબર ગામની પ્રાથમિક તેમજ ઉરચતર માઘ્યમિક શાળા આચાર્યને રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ આચાર્ય તરિકેની એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા.. ઈડર તાલુકાના છેવાડાના ગામની શાળાના આચાર્યનું રાજ્ય સરકારે સન્માનીત કરતા ગ્રામજનો સહિત બાળકોમાં ખુશી ની લહેર પ્રસરી હતી.. શાળાના આચાર્યને સન્માનીત કરવામાં આવતા ગ્રામજનોએ આચાર્યને શુભેરછા પાઠવી શુભકામનાઓ પાઠવી હતી…
સાબરકાંઠા જિલ્લાનાં ઈડર તાલુકાના વેરાબર ગામની પ્રાથમિક તેમજ ઉરચત્તર માધ્યમિક શાળા ખાતે છેલ્લાં 15વર્ષથી ફરજ બજાવતા શાળાના આચાર્ય મનીષભાઈ પાઠકને રાજ્ય સરકારે શ્રેષ્ઠ આચાર્ય તરીકેનો એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા છે.. ઈડર તાલુકાના વેરાબર ગામ ખાતેની શ્રી એચ.પી.જોશી હાઈસ્કુલ ખાતે મનીષભાઈ પાઠક 15વર્ષથી આચાર્ય તરિકેની ફરજ બજાવી રહ્યા છે.. વર્ષ 2023 માં શ્રેષ્ઠ પારદર્શિકે યોજનાં હેઠળ શ્રેષ્ઠ આચાર્ય તરીકેનો એવોર્ડ મેળવવા રાજ્ય સરકારમાં ફાઈલ મૂકવામાં આવિ હતી.. આચાર્ય દ્રારા રજૂ કરવામાં આવેલ ફાઈલ આધારિત રાજ્ય સરકારે શાળાનાં આચાર્ય તરિકે તેમજ શાળાના અભ્યાસ સામે તપાસ કરી આજે શાળા પરિવારનું સ્વપ્ન સાકાર કર્યુ છે.. ગુજરાત સરકાર તરફથી ઉત્તર ઝોન માં શ્રેષ્ઠ આચાર્ય તરીકે બે નામોની પસંદગી કરવામાં આવી છે.. જેમાં પ્રથમ મહીલા અને દ્વિતિય ક્રમે ઈડર તાલુકાના વેરાબર હાઈસ્કુલના આચાર્યનું નામ પસંદગી થતાં સમગ્ર પંથકમાં ખુસીની લાગણી જોવા મળી રહી છે.. આ શાળામાં જ્યારે આચાર્ય તરીકે મનીષભાઈ પાઠક દાખલ થયા ત્યારે માત્ર 69 વિદ્યાર્થી ઓની સંખ્યા હતી જ્યારે આજે 15વર્ષ પછી શાળાની સંખ્યા 700ની આસપાસ પહોચી છે.. શાળામા આચાર્ય તરીકેનો કાર્યકાળ સંભાળ્યો ત્યારે દિકરી ઓની સંખ્યા માત્ર 13 હતી જે ખુબ ઓછી કહેવાય.. જૉકે શાળાનાં શિક્ષકો તેમજ આચાર્યની શ્રેષ્ઠ શિક્ષક તરીકેની ભૂમિકા બાદ આજે શાળામા દિકરી ઓની સંખ્યા 280 કરતા પણ વઘુ પહોચી છે.. શાળામાં અભ્યાસ ક્રમની સાથો સાથ શાળાને રૂડી રળિયામણી બનાવવા પાછળ પણ આચાર્ય તેમજ શાળાનો સ્ટાફ સતત કાર્યરત રહેતો હોય છે.. જે આજે શાળા કમ્પાઉન્ડ ગાર્ડન તેમજ વૃક્ષોથી સુશોભિત જૉવા મળી રહ્યુ છે…
ઈડર તાલુકાના છેવાડા ગામ ખાતે આવેલ શ્રી એચ.પી.જોશી હાઈસ્કુલની વાત કરવામાં આવે તો શાળામાં 28 શિક્ષકોનો સ્ટાફ છે.. શાળામા ધોરણ ૬ થી ૧૨ સુધીનાં વર્ગોમાં વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થિની ઓ અભ્યાસ કરી રહ્યા છે.. ગામની આસપાસનાં આશરે 26 જેટલાં ગામોના બાળકો વેરાબર ગામની શ્રી એ.ચ.પી.જોશી હાઈસ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે શાળાની વિશેષતા જોતા શાળામાં સાઉન્ડ સિસ્ટમ તેમજ સી.સી.ટી.વી કેમેરાથી પણ કમ્પાઉન્ડને તેમજ ક્લાસરૂમ અને સજ્જ કરવામાં આવ્યા છે.. જ્યારે શાળામાં દાનવીરો થકી પ્રાર્થના હોલ પણ બનાવવામાં આવ્યો છે.. મહત્વની વાત એ છે કે શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ શાળામા અભ્યાસ કરતા બાળકોને અવરજવર માટે કોઈપણ પ્રકારની અવગણતા કે તકલીફ ન પડે તેને લઇ બે સ્કૂલ બસો દાનમાં આપી છે.. જે સ્કૂલ બસો થકી આજે આસપાસના ગામડાઓના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ સ્કૂલ બસમાં બેસી અભ્યાસ અર્થે શાળામાં સમયસર પહોંચે છે જે શાળા પરિવાર માટે ખૂબ ખુશીની વાત કહેવાય.. શાળાના આચાર્યને શ્રેષ્ઠ આચાર્ય તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવતા ગ્રામજનો તેમજ શાળા પરિવારે આચાર્યને શુભેચ્છા પાઠવી શુભકામનાઓ આપી હતી…
અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે ઈડર તાલુકાના વેરાબર ગામ ખાતેની શ્રી એચ.પી.જોશી હાઈસ્કુલના આચાર્ય મનીષભાઈ પાઠકને રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ આચાર્ય તરીકેનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા સમગ્ર ઈડર તાલુકા સહિત સાબરકાંઠા જિલ્લાના શિક્ષણ પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.. છેવાડાનાં ગામની હાઈસ્કુલનાં આચાર્યને શ્રેષ્ઠ આચાર્ય તરીકેનો એવોર્ડ એનાયત થતાં ગ્રામજનો સહિત શાળા પરિવાર માટે પણ ખૂબ ખુસીનાં સમાચાર કહી શકાય તેમ છે…
રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા








