BANASKANTHAGUJARATTHARAD

થરાદના મોટીપાવડ ખાતે “નારીવંદન ” સપ્તાહ અંતર્ગત 4 ઓગષ્ટે “મહિલા નેતૃત્વ દિવસ અને સ્તનપાન સપ્તાહની “ની ઉજવણી મહિલાને બાળ વિકાસ તેમજ ગૃહ વિભાગ દ્વારા કરાઈ…

4 ઓગસ્ટ

પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

  • થરાદ ના મોટી પાવડ ગામ  ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર થરાદ દ્વારા મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સૂત્રને સાકાર કરતા નારી વંદન  સપ્તાહની ઉજવણી અંતર્ગત 4 ઓગષ્ટ ” મહિલા નેતૃત્વ દિવસ ” ની ઉજવણી મહિલા અને બાળ વિકાસ વિભાગ પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર થરાદ પોલીસ સ્ટેશન થરાદના કાઉન્સીલેર રેખાબેન તથા આઇસીડીએસ દ્વારા કાર્યક્રમ માં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત આંગણવાડી કાર્યકરો દ્વારા કરવામાં આવેલ સ્વાગત કર્યા બાદ કવિતાબેન મુખ્ય સેવિકા ,શોભનાબેન એફ એસ ડબલ્યુ ,બબીબેન દૂધ ડેરીના સભ્ય  , હાજર રહેલ ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ વિભાગ  પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર થરાદ પોલીસ સ્ટેશન થરાદના રેખાબેન દ્વારા મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે નારી વંદન કાર્યક્રમને અનુરૂપ મહિલાઓ અને કિશોરીઓને મહિલાઓ પોતાના હકો વિશે માહિતી આપેલ તેમજ એક સારું નેતૃત્વ કેવી રીતે ઊભું કરવું તે વિશેની સમજ આપવામાં આવેલ પોતાના પગ પર થઈ શકે તે માટે મને મહિલાઓને સ્વાવલંબન વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવેલ મહિલા સુરક્ષા તેમજ સખી વન સ્ટોપ  સેન્ટર, નારી સંરક્ષણ ગૃહો પીબીએસસી, પોલીસની she ટીમ અને 181 મહિલા હેલ્પલાઇન તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની માહિતી આપેલ ત્યારબાદ કવિતાબેન દ્વારા તેમજ શોભનાબેન એફ એચ ડબલ્યુ તેમજ આંગણવાડી કાર્યકરો દ્વારા મહિલા અને કિશોરીઓને પુર્ણા યોજના વિશે તેમજ સગર્ભા બહેનોને આરોગ્ય લક્ષી માહિતી આપવામાં આવેલ અને વનાભાઈ પટેલ સરપંચ શ્રી દ્વારા આજના દિવસની ઉજવણી અંતર્ગત આભાર વ્યક્ત કરેલ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button