GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી: મહિલા નેતૃત્વ દિવસની ઉજવણીમાં શ્રેષ્ઠ નેતૃત્વ કરતી મહિલાઓને ટ્રોફી આપી સન્માન કરાયું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
આજરોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત “મહિલા નેતૃત્વ દિવસ”ની ઉજવણી નવસારી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે કરવામાં આવી હતી . આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા શિક્ષણ સમિતીના અધ્યક્ષ શ્રીમતી દર્શનાબેન પટેલ અને જિલ્લા સામાજીક ન્યાય સમિતીના અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ પાઠક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં પંચાયતી રાજ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર નવસારીના મહિલા સરપંચો, સખી મંડળના પ્રમુખો તેમજ પશુપાલન ક્ષેત્રે નેતૃત્વ કરતી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યુ હતું . વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ કરતી મહિલાઓએ ઉપસ્થિત મહિલાઓ સાથે પોતાના અનુભવોની ચર્ચા કરી હતી.આ પ્રસંગે નવસારી જિલ્લાની શ્રેષ્ઠ મહિલા સરપંચશ્રીઓ અને સખી મંડળની બહેનોને ટ્રોફી આપી સનમાનિત કરવામાં આવ્યા હતા.
[wptube id="1252022"]





