
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : પંચાલ થી કદવાડી જતા રસ્તા પર ઇકોગાડીએ એક્ટીવાને ટક્કર મારતાં યુવક નુ મોત

મેઘરજ તાલુકાના પંચાલ થી કદવાડી જતા રોડ પર એક ઇકો ગાડીએ એક્ટીવા ને પાછળ થી ટક્કર મારતાં એક્ટીવા ચાલકનુ મોત નીપજ્યુ હતુ જ્યારે એક્ટીવા સવાર અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ પહોચી હતી
મેઘરજ ના કદવાડી ગામનો ૧૮ વર્ષીય યુવક સંદેશભાઇ દેવેન્ર્દભાઇ નરાત તેના એક્ટીવા ઉપર અન્ય બે શખ્સોને બેસાડી પંચાલ થી જામગઢ આવતા રોડે થઇને ઘરે જતા હતા તે વખતે પંચાલ થી કદવાડી જતા રોડ પર કોઇ અજાણ્યા ઇકો ચાલકે પાછળ થી સંદેશભાઇ ની એક્ટીવાને પુરજડપે ટક્કર મારી ભાગી છુટ્યો હતો જેમાં એક્ટીવા ચાલક સંદેશભાઇ તેમજ એક્ટીવા પર સવાર અન્ય શખ્સને ગંભીર ઇજાઓ થતાં સંદેશભાઇ નરાતનુ મોત નીપજ્યુ હતુ જ્યારે અન્ય એક ઇજા ગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો હતો મ્રુતક યુવકના પિતા દેવેન્ર્દ વગસી નરાતે ઇસરી પોલીસમાં અકસ્માત સર્જનાર અજાણ્યા ઇકો ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોધાવી હતી









