
વિજાપુર રામનગર સોસાયટીમાં 13 લાખ ઉપરાંત ની ચોરી ચોરો બન્યા બે ફામ
જૂથ પંચાયતે ચોરીના બનાવ વાળા રોડ ઉપર લગાવેલા સીસી કેમેરા બંધ મળી આવ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રામનગર સોસાયટી ટીબી થી હાઇવે રોડ ઉપર આવેલ બંગલાના દરવાજા નો નકુચો તોડી રાત્રીના અંધારા નો લાભ અને જૂથ પંચાયતે મૂકેલા બંધ પડી રહેલા સીસી કેમેરા નો લાભ ઉઠાવી ચોરોએ બંગલા ને નિશાન બનાવતા તિજોરી તોડી લાકડા નો કબાટ તોડી દેવી દેવતાઓ ની ચાંદીની મૂર્તિઓ ઘરેણા ઓ તેમજ રોકડ સહિત કુલ મુદ્દામાલ રૂપિયા તેરલાખ એક હજાર ચાલીસ ની ચોરી થયા ની પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી ડોગ સ્કોર્ડ નો ઉપયોગ કરી ચોરીનો પગેરું શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ શહેરના ગોવિંદપુરા જૂથ પંચાયત હદ વિસ્તારમાં આવેલ રાઘવ ગેસ અજેન્સી ની સામે રોડ નજીક આવેલ ભારે અવર જવર વાળા વિસ્તારમાં આવેલ સોસાયટી માં રહેતા પરશુરામ તુલસીદાસ હરવાની કે જેઓ સાંઈ એન્ટર પ્રાઇજ વાડીલાલ આઈસ્ક્રીમ નો વેપાર કરે છે તેઓ ગત રોજ અમદાવાદ ખાતે પોતાના દીકરાને ઘેર મકાન બંધ કરી ગયા હતા આ બંધ મકાન નો અજાણ્યા ઈસમો એ લાભ ઉઠાવી મકાન નો તાળું તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી મકાનમાં તિજોરો નુ નકુચો તોડી તેમજ લાકડા ના કબાટ નો પણ નકુચો તોડીને રોકડ રકમ રૂપિયા સાત લાખ સત્યાન્સી હજાર છસો તેમજ ચાંદી ની દેવી દેવતાઓની જુદીજુદી મૂર્તિઓ અમેરીકન પેન્ડલ સોનાનો મંગલ સૂત્રો સોનાની વીંટીઓ બ્રાન્ડેડ ઘડિયાળો તેમજ ઝાંઝર તેમજ ચાંદીના સિક્કા સહિત ઘરેણા કુલ મુદ્દામાલ તેર લાખ એક હજાર ચાલીસ રૂપિયા અજાણ્યા ચોરો ચોરી ગયા ની પોલીસ મથકે પરશુરામ તુલસીદાસ હરવાણી એ ફરીયાદ નોંધાવી છે જોકે છેલ્લા મહિનાઓ માં ચોરીઓ નો વ્યાપ વધ્યો છે બેફામ બનેલા ચોરીઓ ના બનાવ ને પગલે સોસાયટી વિસ્તારોમાં પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા માં આવે તે જરૂરી બન્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ચોરી થયેલા મકાન ની નજીક ના રોડ ઉપર ગોવિંદપુરા જૂથ પંચાયત દ્વારા ચોરી ના બનાવો તેમજ ગુનાખોરી ના બનાવ અટકાવવા માટે લાગેલા સીસી કેમેરા બંધ મળી આવતા લગાવેલા કેમેરા ઉપયોગ વિહીન બની રહયા ચોરીને મોટો અંજામ આપતા અજાણ્યા ચોરો ને ઝડપી પાડવા માટે હાલમાં પોલીસ સક્રિય બની છે