ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : બાળકોનુ પાયાનું જ્ઞાન અધવચ્ચે તો નહિ રહે ને..? : મેઘરજ તાલુકામા કાર્યકર અને તેડાગરો વગર આંગણવાડી અધૂરી

અહેવાલ

અરવલ્લી : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : બાળકોનુ પાયાનું જ્ઞાન અધવચ્ચે તો નહિ રહે ને..? : મેઘરજ તાલુકામા કાર્યકર અને તેડાગરો વગર આંગણવાડી અધૂરી

એક બાજુ સરકાર નવીન શિક્ષણનીતિને પ્રાધાન્ય આપવા માટે તત્પર બન્યું છે તો બીજી તરફ નવી શિક્ષણનીતિ સામે પણ કેટલાક પડકારો જોવા મળી રહ્યા છે જેમાં વાત કરવામાં આવે તો નવી શિક્ષણનીતિ આવતા જ બાલવાટિકા શરૂ કરી દેવામાં આવી પરંતુ હાલ વાસ્તવિકતા એ છે કે બાલ વાટિકા તો ખરી પરંતુ આંગણવાડીઓની અંદર જે કાર્ય કરો તેમજ તેડાગરો જ નથી તો જે બાળકનું પાયાનું જ્ઞાન છે કઈ રીતે પ્રાપ્ત કરી શકશે ત્યારે આ એક ગંભીર બાબત ગણી શકાય છે જેની અંદર વાત કરવામાં આવે તો હાલ આંગણવાડીઓની અંદર વિવિધ કાર્યક્રમો હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવી રહ્યા છે તો બીજી તરફ હાલ પાયાના જ્ઞાન વિના બાળકની હાલત દયનિય બની રહી છે જેનું મુખ્ય કારણ કાર્યકરો તેમજ તેડાગરોની રહેલી ખાલી જગ્યાઓ જે છેલ્લા એક વર્ષથી કેટલીક આંગણવાડી જે આજે પણ કાર્યકર તેમજ તેડાગરો વગર ચાલી રહી છે. કહેવાય છે કે બાળકનું જ્ઞાન શરૂઆતના પાયાના ધોરણે જ વિકસતું હોય છે પરંતુ આજે સત્ર શરૂ થયાના ત્રણ મહિના થવા આવ્યા છ તો આજે પણ કેટલીક આંગણવાડીઓ તેડાગર તેમજ કાર્યકર વગર ચાલી રહી છે

અરવલ્લી જિલ્લાની અંદર પણ હાલ કેટલાક વિસ્તારની અંદર તેમજ વિવિધ તાલુકાની અંદર આજે પણ કાર્યકર તેમજ તેડાગર વગર આજે પણ આંગણવાડી માં આવતા નાના બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જેનું મુખ્ય કારણ છે કાર્યકર તેમજ તેડાગની ભરતી ન થતી હોવાના કારણે હાલ સત્ર શરુ થયાના ત્રણ મહિના થવા આવ્યા છતાં છેલ્લા એક વર્ષથી ભરતી કરવામાં આવી નથી ત્યારે આ એક ગંભીર બાબત ગણી શકાય છે.આ બાબતે મેઘરજ ના સીડીપીઓ સાથે ટેલીફોનિક વાત કરતા જાણવા મળ્યું હતું કે હાલ છેલ્લા એક વર્ષથી મેઘરજ તાલુકાની અંદર 14 જેટલા તેડાગર અને 14 જેટલી કાર્યકરની જે જગ્યાઓ છે તે ખાલી છે અને તેના પર ભરતી કરવામાં આવેલ નથી અને હાલ આવી આગણવાડીઓની અંદર અઠવાડિયામાં એક દિવસ અન્ય આગણવાડીના કાર્યકરને મોકલવામાં આવે છે તેમજ બાકીના દિવસોમાં તેડાગરના આધારે બાળકો આંગણવાડીની અંદર રહેતા હોય છે બીજી તરફ અન્ય કોઈ દિવસ જો કોઈ કાર્યક્રમ કે કોઈ અન્ય પ્રવૃતિ હોય તો બે કે ત્રણ દિવસ અન્ય આંગણવાડી ના કાર્યકર ને મોકલવામાં આવે છે તેવું જાણવા મળ્યું હતું. ત્યારે કહી શકાય કે જો બાળક શરૂઆતમાં જ પાયાનુ જ્ઞાન ન મેળવી શકે તો મોટુ થઇ ને બાળક કઈ કઈ રીતે આગળ વધશે..? આ બાબતે સરકાર જાગે અને ઝડપથી જે આંગણવાડી ની જગ્યાઓ ખાલી છે કાર્યકરની અને તેડાગરની તે ભરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button