
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
શહેર હોય કે ગામડુ જ્યાં જુવો ત્યાં માત્ર ખાડા રાજ : તરકવાડા થી જીતપુર ખાખરીયા રસ્તા પર મસ મોટા ખાડા, તંત્ર નિષ્ક્રિય
પ્રથમ વરસાદ માં અરવલ્લી જિલ્લાને જોડતા સ્ટેટ હાઇવે અને અંતરિયાળ રસ્તાઓ બિસમાર બન્યા હતા હવે વરસાદ નો ત્રીજો રાઉન્ડ શરૂ થયું છે છતાં રસ્તાઓ હજુ બિસ્માર છે રસ્તાઓ બિસ્માર બનતા વાહન ચાલકો સાથે સ્થાનિકો પરેશાન બન્યા છે.પ્રથમ વરસાદે જ રોડમાં જુદા જુદા સ્થળોએ મોટા ખાડા પડે હતા હવે વરસાદ ના ત્રીજા રાઉન્ડ માં એજ ખાડા ઓ ભયાનક બની ગયા છે ત્યારે વાહન ચાલકો અકસમાતની ભીતિ સેવી રહયા છે
અરવલ્લી જિલ્લામાં વરસાદ નો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે પ્રથમ વરસાદે જે ખાડા પડેલા તે વરસાદ ના ત્રીજા રાઉન્ડે ભયાનક ખાડા થયા છે જિલ્લાને જોડતા રસ્તાઓ બિસમાર બન્યા છે મોડાસા થી શામળાજી જે 30 કિમિ નો આ સ્ટેટ હાઇવેમાં મસ મોટા ખાડા પડી ગયા આજે પણ એ જ સ્થિતિ છે ખાડાનું સામ્રાજ્ય વધતું જ જાય છે ખાસ કરી ને મરડીયા, ઈસરોલ જીવનપુર ટીંટોઈ ,ખેરંચા ,ખોડંબા જેવા અનેક ઠેકાણે ગાબડા પડતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે બીજી તરફ અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની ઓફીસ સામેજ મસ મોટા ખાડા પડયા છે થોડા મહિનાઓ અગાઉજઆ રોડ ઉપર રીપેરીંગ કરવામાં આવ્યું હતું તેમ છતાં વરસાદે જ LNT કંપની ના કામની પોલ ખોલી નાખી છે LNT કંપની દ્વારા લાખો રૂપિયાનો વાહન ચાલકો પાસે ટોલ ટેક્ષ વસુલવામાં આવે છે છતાં રસ્તાઓ બિસ્માર છે હાલ રસ્તાઓ પર બે બે ફૂટના ખાડા પડી ગયા છે જેમાં ખાસ કરી ને બાઈક ચાલકો ડરી ડરી ને બાઈક ચલાવી રહ્યા છે કારણ કે ખાડા ના કારણે મોટા વાહન ચાલકો ગાડીઓ ઉપર મારતા હોય છે ત્યારે મોડાસા -શામળાજી સ્ટેટ હાઈવેના રસ્તાઓ બિસમાર બનતા વાહન ચાલકો સાથે સ્થાનિકો અક્સમાતની ભીતિ સેવી રહયા છે ત્યારે વાહનચાલક તેમજ સ્થાનિક માંગ છે કે રસ્તાનું સમારકમ કરવામાં આવે
હવે વાત કરીશું ગામડાના રસ્તાઓ ની એ પણ દયનિય હાલત જ્યાં જુવો ત્યાં ખાડા જ ખાડા
અરવલ્લી જિલ્લામાં શહેર હોય કે ગામડું જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ચોમાસાની ઋતુમાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે જેના કારણે સ્થાનિકો અને ગામડાના રહીશો ને હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની અંદર રેલ્લાંવાડા, તરકવાડા,ખાખરીયા ઇસરી તેમજ શામળાજી અને મોડાસા ને જોડતો જે ગામડાનો રસ્તો છે જેમાં ગામડાની રસ્તાની અંદર મેઘરજ તાલુકાનો તરકવાડા થી જીતપુર ગામ તેમજ ખાખરીયા ગામની વચ્ચે જે રસ્તો આવેલો છે ત્યાં મસ મોટા ખાડા પડી જવાથી ઠેર ઠેર પાણી ભરાયા છે હાલ પણ આજે શાળામાં જતા વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને હાલ તો પાણીમાં જઈને શાળામાં જવાનું માટે મજબુર બનવું પડે છે બીજી તરફ મોડાસા થી ગાંધીનગર,હિંમતનગર, શામળાજી,ભિલોડા સુધી ની બસો પણ આ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે વાહન ચાલકો અને સ્થાનિકોને મુશ્કેલી નો સામનો કરી ખાડાઓ માંથી પસાર થઇ ધન્ધા અર્થ એ જવું પડે છે બીજી તરફ સ્થાનિકોના આક્ષેપો એવા પણ છે કે આ રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી બનાવવામાં આવ્યો નથી અને જ્યાં જોવો ત્યાં ખાડા છે ખાડા પણ પૂરવામાં આવતા નથી ક્યાંક એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે અરવલ્લી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા માત્રને માત્ર કાગળ ઉપર જ ખાડા પૂર્યા હોવાનું હાલ તો દેખાઈ રહ્યું છે બીજી તરફ જે તે તંત્ર જાણે કે મૂંગું હોય એ રીતે વારંવાર રજુઆત કરવામાં આવે છે છતાં રસ્તા બનતા નથી ત્યારે આ બાબતે વહીવટી તંત્ર જાગે અને સત્વરે જે રસ્તા પર ખાડા છે તે પુરવામાં આવે અને સમારકામ કરવામાં આવે તેવી હાલ સ્થાનિકો અને ગામ લોકોની માંગ સેવાઈ રહી છે