પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ધ્વારા માનનીય શંકરભાઇ ચૌધરી ની રક્તતુલા કાર્યક્રમ યોજાયો

29 જુલાઈ
પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
થરાદ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ધ્વારા રક્તતુલા થરાદ ના રાજગઢ પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ અને થરાદ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી તેમજ કે.એસ. ડાભી (નાયબ કલેકટર થરાદ )ડૉ વિનુભાઈ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાઅધિકારી. એસ. એમ. વારોતરીયા ડીવાયએસપી થરાદ. માવજીભાઈ આકોલીયા.જગદીશભાઈ એચ પ્રજાપતિ આચાર્ય સરકારી વિનિયન કોલેજ થરાદ.ભુરાજી આર. રાઠોડ અધ્યક્ષ પ્રા. શૈક્ષણિક મહાસંઘ બનાસકાંઠા.તેમજ થરાદ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કારોબારી ટીમ તેમજ અનેક નામી અનામી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા..
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો નું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ બાળકો ધ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો તેમજ આ બ્લડ ડોનેશન કેમ્પ માં રક્તદાન કરનારને 5લાખનો પર્સનલ એક્સિડન્ટ વીમો ફ્રી આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં રક્તદાન કરનાર લાભાર્થીઓનો ખુબ આભાર માનવામાં આવ્યો હતો









