
29.જુલાઈ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ
માંડવી કચ્છ :- તાજેતર માં માંડવી નગરપાલિકા તેમજ રામેશ્વર વાડી ખાતે ફુજી ફિલ્મ ડિજિટલ એક્સ-રે વાહન દ્વારા જિલ્લા ક્ષય અધિકારી ડો. મનોજભાઈ દવે તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો. કૈલાશપતિ પાસવાનના માર્ગદર્શન હેઠળ 106 લોકોની ખાસ એક્સ-રે મશીન દ્વારા ટીબી રોગના નિદાન માટે તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ફુજી ફિલ્મના કો-ઓડીનેટર શનિદેવ મુરારી, એક્સ-રે ટેક્નિશિયન ભાવેશભાઈ આહીર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર ઝવેરભાઈ નાથાણી, રૂકસાનાબેન, કેવલભાઈ બુચ સહયોગી રહ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ હેતલબેન સોનેજી, જિજ્ઞાબેન હોદારવાલા, કાનજીભાઈ સિરોખા, મનજીભાઈ જોગી, ખારવા સમાજના પ્રમુખ અશોકભાઈ ફોફંડી તથા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્ય કાર્યકર તથા આશાબહેનોએ જહેમત ઉઠાવી હતી.











