
જંબુસર
અધિક શ્રાવણ માસ મા જંબુસર નગર ના કાવા ભાગોળ કબીર મંદિર પાસે રહેતા એક વ્યકિત ના નિવાસસ્થાને ફ્રીઝ મા કુદરતી શિવલિંગ પ્રગટ થતા ભકતો દર્શન અર્થે ઉમટી પડયા
હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
હાલ મા પવિત્ર અધિક શ્રાવણ માસ ચાલી રહયો છે ત્યારે જંબુસર નગર ના કાવાભાગોળ કબીર મંદિર પાસે રહેતા ઘનશ્યામ ભાઈ પટેલ સવારે દર્શન કરવા જતી વખતે તેમના ઘર ના ફ્રીઝ માથી ફુલ કાઢવા ફ્રીઝ ખોલતા ફ્રીઝ મા બાબા અમરનાથ સમુ શિવલિંગ નિહાળવા મળ્યુ હતુ.ફ્રીઝ મા બાબા અમરનાથ સમુ શિવલિંગ તથા શિવલિંગ પરીવાર ના દર્શન થતા તેઓએ તથા તેમના પરિવારે તેની પુજા અર્ચના કરી હતી.ફ્રીઝ મા શિવલિંગ પ્રગટ થયા ની વાત વાયુવેગે નગર મા પ્રસરતા નગરજનો દર્શન અર્થે ઉમટી પડયા હતા.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]





