
ભરૂચ જિલ્લા શૈક્ષણિક સંઘ ના હોદ્દેદારો એ પોતાની પડતર વિવિધ માગણીઓ સંદર્ભે જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી ને આવેદનપત્ર પાઠવી સરકાર સુધી રજુઆત કરવા જણાવ્યુ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
ભરૂચ જીલ્લા શૈક્ષણિક સંઘ ના જુદા જુદા સંઘ ના હોદ્દેદારો પૈકી ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના ઉપપ્રમુખ છગનભાઈ પરમાર, ભરૂચ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના ખજાનચી આર.જી.પટેલ, ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક સંઘના હોદ્દેદાર ઉદેસંગ રાઠવા, ભરૂચ જિલ્લા વહીવટી સંઘના હોદ્દેદાર જશવંતભાઈ, ભડકોદરાના ઈ. આચાર્ય ઘનશ્યામભાઇ મકવાણા, નવયુગ હાઇસ્કૂલ ના આ.શિ. મીરભાઈ, જંત્રાણ વિદ્યામંદિર ના આ.શિ. વિજયભાઈ ના ઓ એ પોતાની પડતર વિવિધ માંગણીઓ સંદર્ભે જંબુસર મતવિસ્તાર ના ધારા સભ્ય ડી.કે.સ્વામી ની જંબુસર કાર્યાલય ખાતે મુલાકાત લઈ ને તેઓની માંગણીઓ બાબતે આવેદન પત્ર આપ્યુ હતુ.અને શૈક્ષણિક સંઘ ની વિવિધ માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાની રજૂઆત કરી હતી.આ બાબતે ધારાસભ્ય ડી.કે.સ્વામીજી એ ખૂબ જ સારો પ્રતિસાદ આપી સરકાર મા રજુઆત કરવાની ખાત્રી આપી હતી.

રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





