
૨૯-જુલાઈ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ
ભુજ કચ્છ :- ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિ, પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની સંયુક્ત ટીમના ગૌભક્તોની બનેલ ગૌ સેવા સમિતિ ભુજ દ્વારા ભુજ તાલુકાના સુખપર મિરઝાપર અને ભુજ એરપોર્ટ રોડ પર આવેલ ઓધવ વંદના સોસાયટી ખાતેના ખુલ્લા ટાંકાઓમાં રસ્તે રઝળપાટ કરતાં દૂધ દોહી છુટ્ટા મૂકી દીધેલાં માલધારીઓનાં ગૌવંશજોને તથા નંદીઓને ભુજ જૂના બસ સ્ટેન્ડ પાસેની મુખ્ય માર્ગ પરની ગટર લાઈનના ચોરસ લાંબા ઢાંકણાઓ ખાણીપીણી વાળાઓ પોતાના વેસ્ટ અખાદ્ય સાથે સાથે વેસ્ટ પેપર ડીશોનો કચરો ઠાલવવા તથા પાણીના ભરાવવાના નિકાલ કરવા માટે ખુલ્લા મુકી દેનારાઓ અબોલા જીવોનો ભોગ લઈ રહ્યાં છે અને સંબંધિત તંત્રો સાથે સંબધિતો સામે કડક કાર્યવાહી કરી દંડ ફટકારવાની જગ્યાએ ફરી ફરીને કચ્છ જીલ્લાનું મુખ્ય વહીવટી પ્રશાસન તંત્રો મૂક પ્રેક્ષક બની કન્ટીન્યુઝ તમાશો નિહાળી રહ્યું હોય એમ લાગી રહ્યું છે આ બાબત પરથી ફલિત થાય છે અને ગંભીર તો નથી જ બનતું પણ આ જીવદયાની જતનની સતત સેવાકીય પ્રવૃત્તિઓમય સેવા કરતી સમિતિના જીવદયાપ્રેમીઓમાં હવે આક્રોશ જ્વાળામુખીની જેમ ભભૂકી ઉઠયો છે ઉકળેલા ચરૂની જેમ મુખ્ય તંત્ર જો એક્શન મોડમાં આવી કડક પગલાંની કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં જાહેર જીવદયાપ્રેમીઓ જનજાગૃતિ મૂહિમ છેડી આગળની કાર્યવાહી અર્થે ઉગ્ર વિરોધાત્મક કાર્યક્રમો યોજશે અને કોર્ટમાં ઘા નાખતાં ખચકાટ અનુભવશે નહીં એવું સમિતિના જીવદયાપ્રેમીઓએ એક સુરમાં જણાવ્યું હતુ.










