
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકા પંચાયતની બેલગામ ભ્રષ્ટાચારી તાલુકા વિકાસ અધિકારી પૂનમ ડામોરની આડોડાયનાં પગલે ગામડાઓનો વિકાસ રૂંધાયો..
ડાંગ જિલ્લાની સુબિર તાલુકા વિકાસ અધિકારી પૂનમ ડામોર ટકાવારીની લ્હાણીમાં મસ્ત રહેતા છેવાડેનાં વન બાંધવોનાં વિકાસની હાલત દયનીય…
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકા પંચાયતમાં જ્યારથી પૂનમબેન ડામોરે તાલુકા વિકાસ અધિકારી તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો છે ત્યારથી અહી ભ્રષ્ટાચાર બેલગામ બન્યો છે.સુબિર તાલુકા પંચાયતનાં તાલુકા વિકાસ અધિકારીને ગ્રુપ ગ્રામ પંચાયતનાં વિકાસકીય કામો અંગે કોઈ પડી નથી.આ મહાશય અધિકારી માત્ર કામોનાં ટકાવારી લેવાની લ્હાણીમાં જ મસ્ત રહે છે.સુબિર તાલુકા પંચાયતમાં કરોડો રૂપિયાની યોજનાઓ આ તાલુકા વિકાસ અધિકારીની આડોડાયનાં પગલે ક્યાંક કાગળ પર તો ક્યાંક આખી જ ચાઉ થઈ ગયેલ જોવા મળે છે.વધુમાં આ નફ્ફટ તાલુકા વિકાસ અધિકારી આમ જનતાને તો સરખો જવાબ આપતા નથી.અને સુબિર તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગ્રુપ ગ્રામ પંચાયતનાં વિકાસકીય કામોની પણ મુલાકાત લેતા નથી.આ અધિકારીએ સુબિર તાલુકા પંચાયતનાં પ્રમુખ સાથે સાંઠ ગાંઠ રાખી કરોડો રૂપિયાની યોજનાઓને ધૂળ ખાતી કરી દેતા છેવાડેનો માનવીનો વિકાસ રૂંધાયો છે.ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકા પંચાયતનાં તાલુકા વિકાસ અધિકારીનો ભ્રષ્ટાચાર એટલી હદે વધી જતા વિકાસકીય કામો અટવાઈ ગયા છે.સાથે સુબિર તાલુકા પંચાયતમાં વિકાસકીય ગ્રાન્ટનો મલબો પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી ચાઉ કરી જતા 70 ટકા લોકોને શેરડીમાં સ્થળાંતરણ કરવુ પડી રહ્યુ છે.સુબિર તાલુકા પંચાયત ભ્રષ્ટાચારની ગંગોત્રી બનતા લોકોનાં વિકાસ માટે યોજાતી સામાન્ય સભા પણ ચુપકીદીથી પતાવી રહી છે.સુબિર તાલુકા પંચાયતની હાલની સમાન્યસભામાં પણ તાલુકા વિકાસ અધિકારી પૂનમ ડામોરે મીડીયાને પ્રવેશ ન આપી પોતાની મનમાની અને ભ્રષ્ટાચારી છબીને ઉજાગર કરવા કોઈ કચાસ છોડી ન હતી.ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકા પંચાયતની ભ્રષ્ટાચારની બેતાબ બાદશાહ ગણાતી તાલુકા વિકાસ અધિકારી પૂનમબેન ડામોર સામે પગલા ભરાશે કે પછી તંત્ર પણ નતમસ્તક બનશે તે ચર્ચાએ જોર પકડયું છે..








