BANASKANTHAGUJARATPALANPURUncategorized

સરકારી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળા સનેસડા તા ભાભર ખાતે શાળા ના પ્રાંગણ માં વૂક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો

27 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

સનેસડા રકારી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળા સનેસડા તા ભાભર ખાતે શાળા ના પ્રાંગણ માં વૂક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયોહતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભાભર નાં દાનેશ્વરી તરીકે ઓળખાતા હિતેશકુમાર સોમાલાલ ઠક્કર ઉર્ફે હિરાબા પ્રાથમિક શાળા નાં આચાર્ય શ્રી જોરજીભાઈ બારોટ તલાટી કમ મંત્રી નિલેશભાઈ ચૌધરી તથા સનેસડા ગામ ખાતે કાર્યરત સદારામ શિક્ષણ સમિતિ ના સભ્યો હાજર રહ્યા હતા આ પ્રસંગે હીરાબા દ્વારા શાળા ને એક પ્રિન્ટર અને શાળા માં માં સરસ્વતી નો પેઇન્ટિંગ નો ખર્ચ આપીને શાળા માં સહયોગ કર્યો હતો સમગ્ર વૂક્ષારોપણ કાર્યક્રમ સંદર્ભે શાળા માં નિબંધ સ્પર્ધા વકતૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમ નાં પ્રસંગે ઉદબોધન શાળા ના આચાર્ય શ્રી કે કે પટેલ દ્વારા કરવામાં આવ્યું તથા શાળા ના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉપાડી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button