
વર્ષ:-૨૦૨૦ માં બોન્ડ વાળા શિક્ષકો બદલીની અરજી કરી શકે જ નહીં છતાં ભ્રષ્ટાચાર આચરી અરજી થઈ
મોરબી જિલ્લાનું વાંકાનેર ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો હોય એમ દિન પ્રતિદિન એક પછી એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે,અમોને મળતી વિગત મુજબ હાલ શિક્ષકોના બદલી કેમ્પ ચાલી રહ્યા છે,ઓનલાઈન બદલી કેમ્પ પૂર્ણ થતાં જિલ્લાફેર બદલીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ છે અને જિલ્લાવાર સિનિયોરિટી લિસ્ટ બહાર પડેલ છે,જેમાં અમને ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થયેલ છે,રાજકોટ કોર્પોરેશનનું બદલીના સિનિયોરિટી લિસ્ટના પેજ નંબર – 13 ના પ્રાથમિક વિભાગની પ્રતીક્ષા યાદીના કર્મ નંબર:- 4 પર રહેલી યાદી મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા બેન દશ વર્ષના બોન્ડ પર નોકરીએ લાગેલા હતા.

વર્ષ-૨૦૨૦ માં એ બોન્ડ આધારિત ફરજ બજાવતા હોય બદલીની અરજી કરી શકે જ નહીં છતાં આ બહેને અરજી કેવી રીતે કરી?અરજી કરી તો તાલુકા શાળાના આચાર્યે અનેક જાતના પ્રમાણપત્રો કેમ આપ્યા? ચલો તાલુકા શાળા આચાર્યે અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને અરજી મોકલી આ અરજીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની વિસ જગ્યાએ સહી-સિક્કા આવે એ સહીઓ કેવી રીતે?કયા ભાવે થઈ? એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે, જે થયું તે થયું પણ સરકાર દ્વારા બોન્ડ હેઠળ નોકરી કરતા દશ વર્ષ સુધી બદલીની અરજી પણ ન કરી શકે છતાં અરજી રાજકોટ કોર્પોરેશનમાં પહોંચી ગઈ અને પ્રતિક્ષા યાદીમાં નામ ચોથા ક્રમે આવી ગયું અને રાજકોટ પ્રોપરની શાળામાં બદલી પણ થઈ જશે, ભ્રષ્ટાચારીઓએ સરકાર દ્વારા બનાવેલા નિયમોનો ઉલાળ્યો કરીને બદલીનો લાભ આપેલ છે.









